________________
રાશ કે શંકા પણ કરશે નહિ. સદાગમને કે સંતોષને સમાગમ તેને થાય તો પણ હું તેના હૃદયમાં એવી લાગણી ઉત્પન કરીશ કે તે શું કહે છે તે સાંભળવા શુદ્ધાંની ઈચ્છા તેના હૃદયમાં પ્રગટ થવા નહિ દઉં, અને તેને સત્સંગને લાભ થવાને બદલે ઉલટ તે નિમિતે હું વધારે બંધનમાં બાંધી નીચે હડસેલી દઈશ.
મહામહે જણાવ્યું. બેટા ! આ વખતનું કામ કઠણ છે. દેશની કેટડીમાં પેસવું અને ડાગ લાગવા ન દે તેવી મુશ્કેલી ભરેલું આ કામ છે. સદાગમનો પરિચય, અને સત્સંગની સદાની સબત હોવા છતાં તે ભવજંતુના હદય ઉપર તેની થોડી અસર થવા ન દેવી એ તે બહુજ બહાદરીનું કામ છે. છતાં બહેન ! તારા બળમાં મને વિશ્વાસ છે કે તું જ્યાં હો ત્યાં સત્સંગાદિની અસર નહિ થાય. છતાં મારે તને એકલીને ત્યાં મેલવી તે ઠીક લાગતું નથી, માટે ભલે તું હમણું જા. છતાં તારી પાછળ તારા ભાઈ તેય કુમારને ચોરીને અમે તરતજ રવાના કરીશું.
બાઈ ! “તારો માર્ગ નિર્વિદન થાઓ.” આ પ્રમાણે વૃદ્ધ મહામહે આશીર્વાદ આપ્યું તે લઈને માયાકુમારી -કપટ ત્યાંથી વિદાય થઈને વામદેવની પાસે આવી પહોંચી, અને તેના હૃદયમાં પ્રવેશ કરીને ત્યાં ગુપ્તપણે રહેવા લાગી. થોડા વખત પછી તેયકુમાર પણ આવી પહોંચે અને તે પણ ગુપ્તપણે તેના હૃદયમાં રહ્યો.
માયા કપટ ઠગાઈ એ એવી વસ્તુ છે કે તે સત્પ