________________
રૂષને પણ ઠગવા ઈચ્છે છે, તે પછી તે પુરૂષોની અસર તેના ઉપર કેવી રીતે થઈ શકે? માટે માયાનું કહેવું સાચું છે કે હું જ્યાં હાઈશ ત્યાં સત્સંગની જરા પણ અસર થવા નહિ દઉં”
માયા અને તેને પરિચય થતાં જ તેના મનમાં એવા વિચારે આવવા લાગ્યા કે જાણે અનેક પ્રકારના પ્રપંચે કરીને આખી દુનિયાને છેતરૂં, બધાને ભેળવી નાખ્યું અને તેમ કરીને તેનું ધન હું એરી લઉં, તથા કેઈને ખબર ન પડે તેમ છુપાવી રાખ્યું. તે વિચારેને તેઓની મદદથી તેણે થોડા જ વખતમાં વર્તનમાં મૂકી દીધા. લેકને તે ગમે તે પ્રકારે છેતરવા માંડે અને પારકું ધન ચારવા લાગે. લેકોને આ વાતની ખબર પડતાં તેને તૃણની માફક તિરસ્કાર કરવા લાગ્યા.
વિમળકુમારની માતા કમલસુંદરી અને વામદેવની માતા કનકસુંદરી તે બન્ને બહેનપણીઓ હવાથી વામદેવને સાથે લઈને વારંવાર રાજભુવનમાં જતાં તે બને કુમારની મિત્રતા થઈ હતી, અને યુવાવસ્થા પ્રાપ્ત થતાં તેમાં વધારો થા. એક વખત બને કુમારે ફરતાં ફરતાં કીડાનંદન વન તરફ જતા હતા ત્યાં દૂરથી કેાઈ સ્ત્રી પુરૂષને અવાજ તેમને સંભળાવે. એટલે બંને જણ તે શબ્દ તરફ સુરતા રાખીને ત્યાં ગયા, તે ગીચ ઝાડીમાં સ્ત્રી પુરૂષને જોયા. વિમળે જણાવ્યું ભાઈ ! આ ઉત્તમ સ્ત્રીપુરૂષ છે તેના શરીર પર ઘણાં સારાં લક્ષણે જણાય છે. આમ વાત કરતા હતા તેવામાં