________________
Co
કરે તો સારું. કેમકે મારા ત્યાગમાર્ગમાં તેમને પ્રેમ વિM રૂપ થશે, પણ જે તેઓ ધર્મ પામશે તે જરૂર મને મદદગાર થશે. રત્નચુડે જણાવ્યું, એક વિવિધ શક્તિસંપન્ન લબ્ધિવાન બુધાચાર્ય નામના ગુરૂ છે, તેઓ મને મળશે તે જરૂર તેમને અહીં બેલાવી લાવીશ, અને તમારા માતાપિતાને ધર્મમાં જીશ. કુમારે તેને ઉપકાર માન્ય અને બન્ને જુદા પડયા.
વામદેવ—ભવજતુ જેણે આ બધી વાત સાંભળી હતી, જાતિસ્મરણના બનાવની બાબત નજરે જોઈ હતી છતાં તેનું ધ્યાન તેમાં ન હતું. તેના મનમાં તે વિદ્યારે વિમળકુમારના વસ્ત્રને છેડે જે ચિંતામણિરત્ન બાંધ્યું હતું તે પિતાનું કેમ કરી લેવું, તેના જ વિચારે ચાલતા હતા. વિમળકુમારે જણાવ્યું. ભાઈ! આ રત્ન સાથે લઈ જવાથી રાજ્યમાં કે ઈ ઠેકાણે તણાઈ જશે માટે કઈ ખરે અવસરે ઉપયોગી થાય તેટલા ખાતર તેને કેઈ સ્થળે જમીનમાં દાટી રાખીએ. વામદેવને તેજ જોઈતું હતું એટલે તેણે સંમતિ આપી. પછી એક ગુપ્ત સ્થળે તે રત્ન દાટીને બંને જણાએ ઘર તરફ જવાને છુટા પડ્યા. વામદેવને તે રત્ન કાઢી લેવાના વિચારમાં ને વિચારમાં રાત્રીએ નિદ્રા પણ ન આવી. તેય મિત્રે પ્રેરણા કરી કે ભલા માણસ ! આ વખત ફરી ક્યારે મળશે? ચિંતામણિરત્ન તે તારે હાથ કરવું જ જોઈએ ! આવા અનેક વિકલ્પ પછી તે ઘેરથી નીકળી જે ઉદ્યાનમાં તે રત્ન છુપાવ્યું હતું ત્યાં ગયે. તે