________________
૬૮
ઉઘાડી તલવાર સાથે બે પુરૂષો તે સ્ત્રીપુરૂષ તરફ ધસી આવતા જણાયા.લતાગૃહમાં રહેલા પુરૂષ તેની સન્મુખ પેાતાનાં શસ્ત્રો લઈ ને દોડયા, આકાશમાં તેમનું યુદ્ધ થયું, તે બેમાંથી એક પુરૂષ આકાશમાંથી નીચે ઉતરી તે સ્ત્રીને ઉપાડી જવા પ્રયત્ન કરવા લાગ્યું. આઇ એ ગભરાઇને વિમળકુમારને પેાતાને બચાવવા માટે પ્રાર્થના કરી. વિમળકુમારે ધીરજ આપવા સાથે તે ખાઇને પેાતાના આશ્રયે રાખી. વિમળકુમારના પુન્યપ્રતાપથી વનદેવીએ તે પુરૂષને થંભી લીધા. ઘેાડીવારે તેના પતિ વિજય મેળવીને પાછે આશે. એટલે થંભેલા પુરૂષને વનદેવીએ છેાડી મૂકયા. તે બન્ને પુરૂષી હાર ખાઇ પાછા ચાલ્યા ગયા. આ બાજુ પેાતાની સ્ત્રીનું રક્ષણ કરવા બદલ તે વિદ્યાધરે વિમળકુમારને આભાર માન્યા આ વિદ્યાધર તે વૈતાઢય પર્વત પર આપેલા ગગનશેખર નગરના મણિપ્રભરાજાની પુત્રી રત્ન શિખાના પુત્ર હતા તેના પિતાનું નામ મેઘનાદ હતું અને તેનું નામ રત્નડ હતું, તે વિદ્યાધર હશે. તેની સ્ત્રીનુ નામ ચુતમાંજરી છે. લડવા આવેલા તેની માસીના પુત્રો હતા. તેમના વેરનું કારણ તેના મામાએ પેાતાની પુત્રી આ બે ભાઈ એમાંથી એકને પણ ન આપતાં ધર્મિષ્ટ રત્નચુડને આપી તે કારણે તેએ વેર લેવા આવ્યા હતા. આ હકીકત રત્નચુડે વિમળકુમારને કહી અને તેણે કરેલા ઉપકારના બદલામાં અમુલ્ય રત્ન આપવા માંડયું. વિમળકુમાર નિઃસ્પૃહી હતા, તેણે લેવાને નાજ પાડી અને જણાવ્યુ કે ઉત્તમ પુરૂષ! મે' એવું તે મહત્ત્વનું શું કાર્ય કર્યુ”