________________
ભવ્યજીવ હતું, તેણે મંદિરમાં જઈને આદિનાથ પ્રભુની ખરા જીગરથી સ્તુતિ કરી, અને પાછો બહાર આવીને તપાસ કરે છે તો વામદેવ જેવામાં ન આવ્યું. આ ઉદાર દિલના રાજકુમારે પોતાના માણસો મેકલી ત્રણ દિવસ સુધી તેની શેધ કરાવી અને તે માણસ સાથે તેને પાછો લાવવામાં આવ્યો. સરલ હૃદયના કુમારે “કયાં ગયો હતો વિગેરે જણાવવા વામદેવને પ્રશ્નો કર્યા. ” જવાબમાં તદ્દન બનાવટી વાત કરી કે એક વિદ્યાધરી બહુજ રૂપવાન હતી તેણે મંદિરમાં પેસતાં જ મને દીઠો અને વિષયસુખ માટે તે મને ઉપાડી ગઈ. સ્વર્ગમાં બીજી વિદ્યાધરી મળી, તે મારા ઉપર આશક્ત થઈ એટલે બન્ને વિદ્યાધરીઓ વચ્ચે યુદ્ધ જામ્યું અને તે પ્રસંગને લાભ લઈ મિત્ર ! તમને મળવા માટે હું ત્યાંથી નાશી છુટ. રસ્તામાંજ મને તમારા માણસો મળ્યાં અને હું અહિં આવ્યા.
ભવજતુને આગળ વધતું અટકાવવાને માયાકુમારી આવી હતી તેની સેબતથી આ બધું બનાવટી જેડી કાઢી કુમારના મનને આનંદ આપે. ત્યારે ખરેખરી વાત તે એ હતી કે કુંવર મને દેખી ગયું છે, એને રત્નની તપાસ કરે તેથી તે નાઠે હતા, ઘણે દૂર જવા પછી તે વસ છોડતાં રત્નને બદલે પથરો નીકળ્યો. ઉતાવળમાં પિતે કરેલી ભૂલ સમજાણી, હવે નાશી જવાથી કંઈ લાભ નથી એમ સમજી પાછા રત્ન લેવા આવતે હતો, ત્યાં તે વિમળકુમારના માણસે તેને મળ્યાં અને તેઓ તેને અહીં