________________
૫૯
તે કારણેા એવાં છે કે, શુભમાનસ નગરમા શુદ્ધાભિસન્ધિ રાજા છે, તે મહાત્મા પુરૂષામાં પ્રસિદ્ધપાત્ર છે. તે રાજાને એ રાણીઓ છે. એકનું નામ વરતા એને બીજીનુ નામ વતા છે. તે પ્રત્યેક રાણીને એકએક પુત્રી થયેલી છે. એકનું નામ મૃદુતા અને ખીજીનું નામ સત્યતા છે. આ અને કન્યાએ બહુ સુંદર છે, વિશ્વને આનંદ આપનારી છે. સંસારી જીવાને તેની પ્રાપ્તિ મહાન્ પુન્યના ઉદયે જ થાય છે. તમારા પુત્રને જો આ કન્યા મળે અને તેની સાથે તેનાં લગ્ન થાય તા તેના સહવાસથી આ શૈલરાજ અને મૃષાવાદ સાથેના સંબંધ તુટી જાય તેમ છે. તેનું કારણ એ છે કે તે અન્ને કન્યાએ મહાન ગુણવાન છે, તેવાજ આ કુમારના મિત્ર શૈલરાજ તથા મૃષાવાદ એ દોષના ઢગલા સમાન છે. તેથી આ પાપી મિત્રો તે ગુણવાન કન્યાઓની સાથે ટકી શકશે નહિ. સ્વભાવથી જ તે કન્યાએ અને આ બન્ને મિત્રોને વિરેાધભાવ ચાલ્યા આવે છે. આ બે કન્યાએના લગ્નો કાણ કરશે ? કયારે કરશે વિગેરે તેની ચિંતા કરનાર તેા ક પરિણામ રાજા અને કાળપરિણતિ છે,. એમાં તમારા વિચારા કામ લાગે તેમ નથી. માટે અત્યારે આપને આપના કલ્યાણ માટે જે કરવું હાય તે કરી લ્યે.
ગુરૂદેવનાં વચન સાંભળી જેમાં પેાતાની સત્તા કે શક્તિ કામ કરે તેમ નથી તેની ચિંતથી કાંઈ લાભ નથી એમ વિચાર કરી નરવાહન રાજાએ રિપુદારણ કુમારને રાજ્યાભિષેક કર્યાં અને પેતે આચાર્ય શ્રી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું.