________________
તે બધે આપનેજ પ્રતાપ છે. મહામેહ રાજાએ ખુશી થઈ પિતાના હૃદય સાથે ત્રણેને ચાંપી સારો સત્કાર કર્યો.
આ બાજુ તપન ચક્રવતિએ રિપુદારણના નાનાભાઈ કુલ ભૂષણને રાજ્યાભિષેક કર્યો અને રિપદારણે તેને પડેલા મારની અસરથી મરણ પામીને સાતમી નરકે નારકી પણે ઉત્પન્ન થયે. આ દુઃખના સાગરમાં ઘણાં વર્ષો સુધી તે હેરાન થયો. છેવટે દુઃખ ભેગવી અકામ નિર્જરાએ કર્મ ઓછું થયું એટલે ત્યાંથી નીકળી પશુ સ્થાનમાં જન્મ લીધો. અભિમાનને લઈને કર્મ પરિણામ રાજાએ તેને વારંવાર નીચ હલકા કુળમાં–સ્થાનમાં જન્મ લેવરાવ્યા. જે જેનું અભિમાન કરે છે તેને તે જાતની હલકી ની સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અનેક ઉંચા નીચા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની પશુ જાતિમાં જન્મ પામીને છેવટે લાંબેકાળે ઘસંજ્ઞાએ કાંઈ પણ સુકૃત કરવાથી ભવિતવ્યતા તેના પર પ્રસન્ન થઈ અને તેને વર્ધમાનપુરમાં મોકલવામાં આવ્યા.
આ આખા જીવનમાં અભિમાન, એસત્ય અને માયા કપટને લીધે જીવને કેવાં કેવાં દુઃખો ભેગવવા પડે છે તે બતાવવામાં આવ્યું છે. અનેક અનુભવને અંતે આ જીવ તેવા દોનો ત્યાગ કરે છે ત્યારે જ સુખી થાય છે. કર્મ પરિણામ પણ તેના કર્મ પ્રમાણે જન્મ લેવરાવે છે. આત્મા પિતે પિતાને સમજે છે ત્યાર પછી જ તેને પુરૂષાર્થ ઉપયોગી-સફલ નિવડે છે.