________________
૫૭
આવ્યા. રાજાએ ગુરૂ પાસે જઈ નમન કરી ધર્મોપદેશ સાંભ
. ધર્મોપદેશ સાંભળી રાજાને વૈરાગ્ય થશે. આ વખતે રિપુદારણ કુમાર ફરતે ફરતે ત્યાં આવી ચઢયો હતો અને રાજાએ ધર્મ સાંભળે તેટલે વખત તે પણ ત્યજ રહ્યો અને તે ધર્મ તેણે પણ સાંભળે. છતાં તેની તેના મન ઉપર જરા પણ અસર ન થઈ, કેમકે તેની પાસે હવે મહા મહિને પરિવાર ઘણે ભેગા થયા હતા, તથા તેઓએ કુમારને બરાબર કબજામાં લીધું હતું, તેથી આ ઉપદેશની જરાપણ અસર તેના મન ઉપર ન થઈ.
આચાર્યશ્રી એક પ્રબળ સદાગમ હતા, તેના બેધના બળથી રાજાનું જ્ઞાનાવરણ આછું પાતળું પડયું. ચિત્તવૃત્તિમાં પ્રકાશ પડે. તેને લઈને વિશ્વની ખરી સ્થીતિ, નિર્વાણના માર્ગમાં આવતાં વિનો, મહામહ અને તેના પરિવારની શત્રુતા, ચારિત્રધર્મની સજજનતા, તેની મદદથી મળતી શાંતિ, આત્માની અનંત શક્તિ અને તેનો વિકાસ કરવાનાં સાધને, આ બધું નરવાહન રાજાના હૃદયમાં સારી રીતે સમજાયું અને પરિણમ્યું. આ બાજુ રિપુદારણના હૃદય આડે જ્ઞાનાવરણે પ્રબળ અંધકાર ફેલાવેલો હોવાથી તેને આ બોધ પરિણમે નહિ, તેના હૃદયમાં જ્ઞાનને પ્રકાશ ન પડે, મહામોહને દુશ્મન તરિકે ઓળખી ન શકે, તેના બાળકેએ તેને ઘેરી લઈ સુખથી વંચિત રાખે છે તે તેને ન સમજાયું, તે પછી ચારિત્રધર્મને તે તે ઓળખી શકે જ કયાંથી? આત્માની શક્તિનું ભાન ન