________________
૫.
થવાથી આવા ઉત્તમ આચાર્યશ્રીને ચેાગ અને ઉપદેશ તે જીવને નિરર્થક નિવડયેા. ખરેખર લાયકાત આવ્યા વિના જીવા, ઉત્તમ જીવેાને ઓળખી શકતા નથી, તે પછી તેના કહેવા પ્રમાણે વર્તન કરવાની આશા તા કયાંથી જ રાખી શકાય ?
રાજાના વરાગ્ય વૃદ્ધિ પામ્યા, હૃદય દીક્ષા લેવાને તલપી રહ્યું, પુત્રના સામે નજર કરતાં ખેદ્ય થા. છેવટે પુત્રને રાજ્ય આપી પાતે પેતાનું કલ્યાણ કરી લેવાના નિશ્ચય કર્યાં. પુત્રને રાજ્ય સોંપવાના સંબંધમાં વિચારો અવ્યા. તે ઉપરથી રાજાએ આચાર્યશ્રીને વિન ંતિ કરી કે પ્રભુ ! રિપુઢારણુ કુમારના આ શૈલલરાજ અને મૃષાવાદના દોષો કેવી રીતે દૂર થઇ શકશે ?
મૃદુતા અને સત્યકુમારી—ગુરૂશ્રીએ જણાવ્યુ મહારાજા ! આ અને દાષા મહાન્ અન કરવાવાળા છે. તેનાં પ્રત્યક્ષ ફળે। આ કુમારે ભાગવ્યાં છે છતાં હજી તેના ઉપર કુમારની પ્રીતિ છે, તેના મનમાં જરા પણ પશ્ચાત્તાપ થતે નથી. માણસે ભૂલ કરે છે પણ તેનાં પ્રત્યક્ષ દુઃખરૂપ કળે જાણ્યા પછી તેને માટે પશ્ચાત્તાપ કરે છે અને તેને દુશ્મન તુલ્ય સમજે છે તેવાને સુધરવાનો માર્ગ મળે છે, પણ આટલું દુઃખ અનુભવ્યા છતાં આ કુમારના હૃદયમાં જરા પણ તેના તરફ અભાવ થતા નથી, તેજ જણાવી આપે છે કે તેના સંબંધ એકદમ તેનાથી ત્રુટી શકશે નહિ. લાંખે કાળે તેનાં કારણેા મળી આવશે ત્યારે જરૂર વિસેગ થશે.