________________
૫૪
સુંદરી નામની સર્વકળામાં પ્રવીણ કુંવરી હતી. રીપદારણ કુમારની સર્વ કળામાં કુશળતાવાળી પ્રશંસા તેને સાંભળવામાં આવી. તેના ઉપર આધાર રાખી કુંવરીને સાથે લઈ નરકેશરી રાજા સિદ્ધાર્થ પુરે આવ્યા અને નરવાહન રાજાને જણાવ્યું કે તમારે કુમાર પિતાની કળાએ બતાવે, તેમાં નિપૂણ નિવડે તે કુંવરીની પ્રતિજ્ઞા છે કે તેની સાથે લગ્ન કરવું. રાજાને ખાત્રી હતી કે કુમાર બધી કળામાં પ્રવીણ છે. તેથી તેમણે હા કહી. મહાન મેળાવડા સમક્ષ કુંવરને પિતાની કળા બતાવવા જણાવ્યું.
કુમારને કળાનાં નામો પણ આવડતા નહતાં તેથી તે ગભરાયે, ક્ષેભ પામ્યો. કળાચાર્યને પૂછતાં બાર વરસથી મારી પાસે તે ભણતા જ નથી તેમ ઉત્તર મળે.
આથી કુમારને ફજેતે થયે. તેને શ્વાસ રૂંધાવા લાગે અને મૂછ આવી ગઈ. સભા બીજા દિવસ ઉપર રાખવામાં આવી. નરસુંદરીને પિતા ખરી હકીકત સમજી ગયે તેણે પાછા જવાને વિચાર કર્યો. આ વખતે પુણ્યદય
ડે ઘણે હતું તેને શરમ આવી કે હું પાસે હોવા છતાં રિપુદારણને કન્યા ન મળે તે ઠીક ન કહેવાય. તેણે નરકેશરી રાજાના હૃદયમાં પ્રવેશ કરીને સમજાવ્યું કે તમે કન્યા આપ્યા વિના પાછા જશે તે બન્ને પક્ષને શરમાવાનું થશે, માટે પરિક્ષા કરવાનું મૂકી દઈ કુંવરને કન્યા પરણ. છેવટે અનિચ્છાએ પણ તેના પિતાએ રિપુદારણ સાથે નરસુંદરીના લગ્ન કરી આપ્યાં અને તે રાજા પિતાને સ્થાને