________________
૩૩
હિંસાજ મુખ્યપણે ભાગ ભજવે છે, તેની ઈચ્છાથીજ તેઓ તેમ કરવા પ્રેરાય છે. ક્રોધ તે નંદિવર્ધનની પાસે છે અને જે હિંસા તેની પાસે હોય તો પછી તેની ચિત્ત વૃત્તિ સદાને માટે અંધકારમય થઈ રહેશે, તેમ થતાં આપણા દુશ્મને તે અટવીના એક ભાગમાં છુપાઈ પડેલા છે તેને દેખવાને પ્રસંગ પ્રકાશ વિના નંદિવર્ધનને નહિ મળે અને તેમ થાય તો પછી તે નંદિવર્ધન ભવજતુથી આપણને જરાપણ ભય રાખવાનું કારણ ન રહે, માટે આપણા ઉદયને માટે તે ભવજતુને હિંસા કન્યા પરણાવવી અને પછી પાપી પિંજરમાં હડસેલી દઈ આપણે સદાને માટે નિર્ભય થઈ રહીએ.
સેનાપતિની આ યુક્તિ બધાને પસંદ પડી અને નંદિવર્ધનને તે હિંસા કન્યા સાથે પાણું ગ્રહણ કરાવ્યું. હિંસા સાથે લગ્ન થતાં જ નંદિવર્ધન વધારે હિંસક બન્ય, અગ્નિ તે તેની પાસે હતો અને પવનને ઝપાટો જેમ મદદગાર થાય તેમ કહી તે તે હતો અને હિંસા તેને મદદગાર થઈ.
હિંસાનાં પરાક્રમ-યુવાવસ્થા પામેલા નંદિવર્ધન કુમારને પદ્મ રાજાએ યુવરાજ પદે સ્થાપવાનો નિશ્ચય કર્યો. એ અવસરે શાર્દૂલપુરના અરિદમન રાજાને દૂત રાજસભામાં આવ્યા અને અરિદમન રાજાની મદનમંજુષા કુવરીનું નંદિવર્ધનની સાથે વેવીશાળ કરવાનું આમંત્રણ સ્વિકારવાની આ. વિ. ૩