________________
૫૦
મૃષાવાદ રિપુદારણપાસે આવવા નીકળે. તેણે વિચાર કર્યો કે શલરાજે રિપુદારણ ઉપર ઘણી સારી અસર કરી છે, તેના આગળ વધવાના માર્ગો દેવ, ગુરૂ, ધમદિને દૂર કર્યા છે, તેના અભિમાનને લઈને કેઈ પણ સારી શીખામણ આપવા આવી શકે તેવી સ્થિતિ તેણે રહેવા દીધી નથી, માટે આવા અવસરે તે રિપુદારણને પાછો પાડી પાપીપિંજરમાં મેકલવા માટે મારી ખાસ જરૂર છે. અવસર વિનાની મહેનત નકામી છે. આ અવસર એગ્ય છે એમ ધારીને તે મૃષાવાદ-અસત્ય–જુઠું બોલવું તે પોતાના માતાપિતાની રજા લઈને નીકળ્યો.
મૃષાવાદની ઉત્પત્તિ. આ મૃષાવાદ કિલષ્ટમાનસપુરના દુષ્ટાશય રાજાની જઘન્યતા નામની રાણીથી ઉત્પન્ન થયેલે પુત્ર છે. જ્યાં કિલષ્ટ આશયવાળું મન હોય ત્યાં દુષ્ટ આશયનું જ રાજ્ય હોય છે. આવા રાજાને તુચ્છ સ્વભાવવાળી રાણી હોય તેમાં નવાઈ નથી. અને આવા દુષ્ટ આશય તથા હલકા સ્વભાવમાંથી મૃષાવાદ–અસત્ય બોલાવવાની ઉત્પત્તિ-જન્મ થાય તે વાત સંભવિત છે. આ મૃષાવાદ સાથે રિપુદારણને મિત્રતા બંધાણી. આ મિત્રતાના પરિણામે રિપદારણના જીવનમાં ઘણું ફેરફાર થયા. અત્યાર સુધી તે અભિમાની જ હતો પણ હવે તે અસત્ય બેલનારો પણ થયા. તે ખોટી વાતને સાચી કરવા લાગ્યું. પિતે ગુન્હો કરીને બીજા પર ઢળી દેવા માંડે. ગુરૂના અવર્ણવાદ બોલવા શરૂ કર્યા. ગુરૂના