________________
४८
પણ બળવાન દ્ધા દુષ્ટાશયના પુત્ર મૃષાવાદને તથા રાગકેશરી રાજાની બળવાન પુત્રી માયાને મેકલવાની હું જરૂરીયાત ધારું છું. હમણું તે તું એકલે જા, પણ તારી પાછળ વખત જોઈને તારી મદદમાં તેઓ આવી પહોંચશે. રાજકુમાર શૈલરાજે પિતામહને નમન કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરવા વખત જોઈને સિદ્ધાર્થનગરનો રસ્તો લીધે; અને
ડીવાર માંજ રિપુદારણ કુમારની ચિત્તવૃત્તિમાં તેણે અદશ્ય રીતે કરવા પ્રવેશ કર્યો.
પ્રવેશ થતાની સાથે જ રિપુદારણકુમાર ઉપર તેની અસર થવા લાગી. તેનામાં સ્તબ્ધતા વધી, મિથ્યાભિમાન હૃદયમાં કુરવા લાગ્યું, વિચારે અભિમાનના આવવા લાગ્યા અને વર્તન પણ તેને અનુસારે તેનું થવા લાગ્યું. તેના પિતા નરવાહને બાળક જાણી ઉપેક્ષા કરી, કોઈ પ્રસંગે કુમારનું મન ન દુભાય તેટલા ખાતર અભિમાનનું પિષણ પણ કર્યું. માણસને હુકમ કર્યો કે કુમારનું વચન કેઈએ ઉલ્લંઘવું નહિ, તેથી અભિમાનમાં વધારો થા. તેના મનમાં વિચારો આવવા લાગ્યા કે મારી ક્ષત્રિયની જાતિ સર્વથી ઉત્તમ છે, બીજા બધા કરતાં મારું કુળ ઉંચુ છે, મારા બળની ખ્યાતિ વિશ્વમાં ફેલાઈ રહિ છે, મારા રૂપ જેવું દુનિયા ઉપર ભાગ્યે જ કેઈ નું રૂપ હશે, મારૂં સૌભાગ્ય સર્વને આનંદ પમાડે તેમ છે, મારૂં એશ્વર્ય સર્વથી અધિક છે, જ્ઞાન તે પૂર્વજન્મની તૈયારીને લીધે સરસ્વતિને પણ શરમાવે તેવું છે, લાભ પ્રાપ્ત કરવાની શક્તિ તે મારી એટલી બધી છે કે એક્વાર ઈન્દ્રને એમ