________________
થઈ રહેવાનો. અત્યારે ચિત્તવૃત્તિમાં આપણા મિત્રરાજા જ્ઞાનાવરણેજ અંધકાર છાઈ રાખી તેની અંદર જમણી બાજુના પ્રદેશમાં પડાવ નાખી ગુપ્ત પડેલા-છુપાયેલા ચારિત્રધર્મને પરિચય કે દર્શન ભવજતુને તેણે કરવા દીધેલ નથી. હવે જે તે રાજા મરાય તે ચારિત્રધર્મનું બધું સૈન્ય અને શક્તિ આ રિપુદારણ જાણે જાય, અને તેને આશ્રય લઈ. આપણી સામે લડાઈ જાહેર કરે, તે આપણું સૈન્યને ઘાણ નીકળી જાય. માટે મહારાજા ! આ વખતે આ રિપુદારણની ઉપેક્ષા કરવાની નથી પ્રથમ નંદિવર્ધનના ભવમાં હજી તે નવે નવેજ મનુષ્ય જીવનમાં આવ્યો હતો અને આપણા રાજકુમાર વૈશ્વાનરે તથા રાજકુમારી હિંસાદેવીએ તેને ચિત્તવૃત્તિની બહાર જ ટકાવી રાખી અંદર પ્રવેશ કરવા દીધું ન હતું, તેને લઈને આપણે ફાવ્યા હતા અને નંદિવર્ધનને પાપીપિંજરમાં મોકલવા અને ચારિત્રધર્મના પરિવારથી અજાણ–અજ્ઞાત રાખવાને આપણે સમર્થ થયા હતા. પણ તે ભવજંતુએ આપણા કુમાર અને કુમારીની સહાયથી ઘણું દુઃખ અનુભવ્યું છે, તેથી મારું માનવું છે કે સર્વથા નહિ તો થોડે દરજજે પણ તે ભવજંતુ આપણને ઓળખી શકે છે, કે કોઈ તથા હિંસા મારા મિત્ર નથી પણ દુઃખ દેનાર દુશ્મને છે. જુઓ કે તેનું સ્પષ્ટ જ્ઞાન તે તેને નથી પણ તેનો સ્વભાવ શાંત થઈ રહ્યું છે એટલે દરજજે આપણા કુમાર વિશ્વાનર તથા કુમારી હિંસાને પણ જાણે આઘાત થયે હોય તેમ તે પણ ઉદાસીન થઈ ગયાં હોય એમ જણાય