________________
૪૫
પ્રકરણ ત્રીજું.
રિપુદારણ સિદ્ધાર્થનગરના નરવાહન રાજાની વિમલમાલતી રાણીની કુખમાં તે સંસારી જીવ પુત્રપણે અવતર્યો. રિપદારણ તેનું નામ આપવામાં આવ્યું. અનુક્રમે યુવાવસ્થા પામ્યા.
ભવજંતુની આવી શાંત જીવનવાળી સ્થિતિ મહામહાદિના મનમાં ખુંચવા લાગી. તેમની બીજી સભા ચિત્તવિક્ષેપ મંડપમાં ફરી વાર મળી, અને અન્ય અન્ય વિચારોની આપ લે કરવા લાગ્યા.
વિષયાભિલાષ મંત્રિએ મહામહની સભાને જાગ્રતા કરતાં જણાવ્યું કે મહાનુભાવો ! તમને ખબર હશે કે સંસારી જીવ-ભવજતુ હમણાં નરવાહન રાજાને ઘેર રિપુદારણ કુમારપણે આવેલો છે, તેની સાથે પદય પણ મદદમાં આવેલ છે. આ પદય એ જો કે કર્મ પરિણામ રાજાએ મેકલેલે છે, તે પણ તેને વિશ્વાસ આપણે કરવું ન જોઈએ, કેમકે કર્મ પરિણામ રાજા વખત જોઈને ચારિત્ર ધર્મને પણ મદદ કરે છે. હવે જે આ પુદય, ભવજતુને સદાગમ જે આપણે દુશ્મન છે તેને મેળાપ કરાવી આપે છે, આપણું જ્ઞાનાવરણ મિત્ર રાજાનો નાશજ થયે સમજ. અને તે બળવાન મિત્ર રાજાને નાશ થતાંજ ચિત્તવૃત્તિ અટવીમાં પ્રકાશ