________________
છે. અથવા બીજા શબ્દમાં કહો તો તે અનેક જન્મમાં તેના સહચારીપણે રહેવાથી કંટાળી કે થાકી ગયાં જણાય છે, તે આ વખતે આપણે કોઈ બહાદુર કુમાર અને કુમારીની
જના કરવી જોઈએ અને તેના બળથી નિર્વાણની ભૂમિકા તરફ આગળ વધતા તે ભવજતુને અટકાવવું જોઈએ.
આપણા દુશ્મનો તેવા સારા વખતની રાહ જોઈ રહ્યા છે કે, જ્યારે આ ભવજતુ બળવાન થઈ આપણી મદદથી પિતાનું ચિત્તવૃત્તિનું રાજ્ય સંભાળે. માટે મહારાજા! તેઓના પહેલા આપણે બધી તૈયારી કરી રાખવી જોઈએ. આટલું કહી વિષયાભિલાષ મંત્રી શાંત રહ્યો. તેની વાતને મિથ્યાદર્શન સેનાપતિ એ કે આપ્યો એટલે મહામહ રાજાએ પિતાની સભા તરફ નજર કરી કે મારા સન્યયમાં કઈ બહાદુર સુભટ છે કે જે રિપુદારણ કુમારને આગળ વધતું અટકાવે ?
હુકમની રાહ જોયા વિના શ્રેષગજેન્દ્રને બાળકુમાર શૈલરાજ ઊભે થયે અને મહામહરાજાને નમન કરી આ પ્રમાણે કહેવા લાગ્યું. પિતામહ ! આપની આજ્ઞા હોય તે રિપુદારણને વિદારણ કરવાને માટે હું તૈયાર છું. તેને આગળ વધવા ન દઉં એટલું જ નહિં પણ છે ત્યાંથી પાછો પાપીપિંજરમાં ઘસડીને ફેંકી દેવા પણ તૈયાર છું. મહામોહરાજાએ સાબાસી આપતાં જણાવ્યું કે બરાબર છે મારા બહાદુર પત્ર! ખરેખર તારામા એ તાકાત છે, છતાં તને એકલાને ત્યાં મોકલવે ઠીક નથી, પણ તારી મદદમાં આ