________________
કહું કે તારૂં પદ મને આપ, તે તરતજ લાગણીપૂર્વક તે પદ મને સેંપી દે તેમ છે, પણ મને કયાં તેની જરૂર છે? વીર્ય, ધીરજ અને સત્ત્વાદિ ગુણે મારા જીવનમાં ઘર કરીને રહેલા છે. આવા આવા મિથ્યાભિમાનને લીધે પિતાની થોડી શક્તિને વધારે અને બીજાની વધારે શક્તિને ઓછી માનવા લાગ્યો. તેને લઈને એમ પણ નિશ્ચય કર્યો કે વિશ્વના બધા જ મને નમસ્કાર કરવાને લાયક છે. મારે ગુરૂની શી જરૂર છે? અરે! વિશ્વમાં એ કોઈ દેવ પણ નથી કે જે મારા કરતાં અધિક ગુણ ધરાવતો હોય ! આ વિચારેને લઈ તે કોઈને નમસ્કાર કરતો ન હતો, પણ પથ્થરના થાંભલાની માફક અક્કડજ રહેવા લાગ્યું. છેવટે માતાપિતાને પણ નમસ્કાર કરવાનું બંધ કર્યું. કેમકે તે એમ માનવા લાગ્યો કે મારા કરતાં તેમનામાં કાંઈ વિશેષ ગુણ નથી. માતાપિતા પણ તેને કંઈ કહી શકતાં નહતાં, તેથી એમ તેણે માન્યું કે આ બધો પ્રતાપ મારા મિત્ર શૈલરાજનેજ છે. જુઓ કે ખરી રીતે યુદય અનુકુળ હોવાથી તેઓ મનમાં રિપુદારણના અભિમાનીપણાને સમજતાં હતાં છતાં કાંઈ કહી શકતાં નહતાં.
આટલી હદ સુધી રિપુદારણ અભિમાનના પાશમાં સપડા. તે અભિમાન દુશ્મનરૂપ હતો છતાં તેને મિત્રતુલ્ય માનવા લાગ્યા. ખરી વિદ્યા કે તાત્વિકજ્ઞાન આ અભિમાને તેને લેવા ન દીધું. પિતાના કળાચાર્યની પણ તે અવગણના કરવા લાગ્યું. આ વખત જોઈને મહામહના સન્યમાંથી આ. વિ. ૪