________________
૩૦
ક્રોધાદિ બીજા કુટુંબ વચ્ચે અનાદિ કાળથી વેરભાવ ચાલ્યું આવે છે. વળી આ બન્ને કુટુંબ અંતરંગ મનોરાજ્યમાં આવી રહેલાં છે. તથા આ સારૂં કુટુંબ આત્મા જાગૃત ન થાય ત્યાં સુધી નઠારા કુટુંબથી સદા હારેલું જ રહે છે, તે દબાઈ ગયેલી અવસ્થામાં રહેતું હોવાથી કામક્રોધાદિની માફક પ્રગટપણે તે ઘણી વખત દેખાતું નથી, એટલે જીવને કામ ક્રોધાદિ સાથે પ્રગટ સંબંધ લાંબા કાળને હોવાથી તે વધારે પ્રિય થઈ પડેલું છે. વળી ક્ષમાદિ કુટુંબના ગુણે ઘણાજ થેડા જીના જાણવામાં હોય છે, કે અમારા જેવા તેના ગુણોની ઉત્તમતા બતાવે છે તો વ્યવહારમાં આશક્ત થયેલા કોઈકજ છે તેના ઉપર વિશ્વાસ રાખી તે પ્રમાણે વર્તે છે. ત્યારે આ અધમ કુટુંબ તરફ લાંબા વખતના પરિચયથી તેમાં દેષ છતાં, ગુણે માની છે તેના તરફ પ્રીતિ ધરાવે છે, તેને આદર કરે છે.
અરિદમન–પ્રભુ! આ ક્ષમાદિ કુટુંબમાં તથા ક્રોધાદિ કુટુંબમાં જે તફાવત રહેલ છે તે બધા લેકે જાણે તે કેવું સારું થાય !
વિવેકાચાર્ય-રાજન ! એના જે બીજે ઉત્તમ લાભ કેઈ નથી. પિતાના કલ્યાણની ઇચ્છાવાળાએ બન્નેના ગુણ દોષ જાણવા જોઈએ. અમે પણ ધર્મ કથામાં જવાની આગળ આજ વાત કહીએ છીએ. જુદી જુદી રીતે પણ આ બને કુટુંબને જ ઓળખે એજ અમારા ઉપદેશનો સાર છે.