________________
૪૦
* અરિદમન–પ્રભુ ! આપની કૃપાથી આ બને કુટુંબ બનું જ્ઞાન અમને થયું છે તેથી અમે તે આજે કૃતાર્થ થયા છીએ.
વિવેકાચાર્ય-રાજન ! એ કુટુંબના એકલા જ્ઞાનથી મનુષ્યનું કર્તવ્ય પૂર્ણ થતું નથી.
અરિદમન–પ્રભુ! તે શું બીજું પણ કરવાનું કંઈ બાકી રહે છે? અને જે રહેતું હોય તે આપ તે પણ બતાવવા કૃપા કરશે.
શ્રદ્ધા અને કર્તવ્ય, વિવેકાચાર્ય–જ્ઞાન પછી શ્રદ્ધા અને વર્તન એ બે બાબતે બાકી રહે છે.
તમારામાં તે વાત ઉપર શ્રદ્ધા તો છે જ કે, “આ વાત સાચી છે પણ જ્યાં સુધી તે પ્રમાણે વર્તન કરવામાં ન આવે ત્યાં સુધી તેને ખરે લાભ મળ–અનુભવાતે નથી. જેમ પદાર્થોના ગુણ દોષ જાણ્યા છતાં તેને ખાધા સિવાય ભુખ ભાંગતી નથી કે ગુણ થતો નથી, તેમ વર્તન કર્યા સિવાય એકલા જ્ઞાન કે શ્રદ્ધાથી અનુભવ થતો નથી.
નિર્વાણના માર્ગમાં ચાલનારા દરેક જીવ આ મહામહિને પિષણ આપનારા ત્રીજા કુટુંબને ત્યાગ કરી, ક્ષમાદિ કુટુંબનું પિષણ કરી ક્રોધાદિ કુટુંબને નાશ કરે છે. રાજન! તમારે પણ જે આત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવવું હોય તે આ પ્રમાણે કરવાની જરૂર છે.