________________
પાસે ક્રોધ અને હિંસા એ બે મહામહ રાજાના પરિવારના માણસે છે, તેને લઈને તેણે તે પ્રમાણે કર્યું છે. એ બન્નેને સ્વભાવ જ એવે છે અને તેને લઈ તે બને જેની પાસે હાય તેના હાથથી ઘણે ભાગે આવાજ કાર્યો બને છે. આગળ તેની પાસે પુદય હતા તે તેને આવાં કાર્ય કરતાં અટકાવતા હતા, અને છતાં તેવાં કાર્યો કરતા હતા તે તે પ્રસિદ્ધિમાં આવતાં ન હતાં, હવે તેને પુન્યદય ચાલ્યો ગયો. છે એટલે તેનાં કરેલાં ઘર કર્મોની વાત લોકોના જાણવામાં આવી છે.
રાજા-પ્રભુ! આ બે જ મહામહનાં માણસે છે કે તેથી વધારે પણ છે?
કેવળજ્ઞાની–રાજન! મહામહનું આખું કુટુંબ છે તેમાં અનેક માણસો છે. અવસર જોઈ તેઓ પણ જીવને હેરાન કરવા વારાફરતી આવે છે.
રાજા-પ્રભુ! શું જીવની પાસે બીજું પણ કુટુંબ છે?
કેવળજ્ઞાની–હા રાજન ! દરેક જીવની પાસે ત્રણ કુટુંબો છે. - રાજા-પ્રભુ ! કૃપા કરીને ત્રણ કુટુંબ અને તેની ઉપયોગિતા વિષે આપ સમજણ આપશે ?
કેવળજ્ઞાની–હા રાજન ! આ વાત તમોને ઘણી ઉપયોગી છે, માટે સાવધાન થઈને સાંભળશે.
દરેક પ્રાણિને ત્રણ ત્રણ કુટુંબે હોય છે. પ્રથમ