________________
૩૦.
શારદા સાગર
મારી ન નાંખે પણ સાણસામાં આવી જાય તે “સામી વાડી” વાડીમાં દૂર જઈને મૂકી આવે, આ સાપ તે સારે, વૈર હોય તો કરડે અને વૈર ન હોય તો ઘસ્માં રહેવા છતાં પણ ન કરડે. કદાચ કરડે ને આયુષ્ય લાંબુ હોય તે કઈ પ્રયોગ દ્વારા ઝેર ઊતરી જાય ને માણસ જીવી પણ જાય. પણ અનંતકાળથી છળ-કપટ દગા-અન્યાય-અનીતિ–અધર્મ કરીને પાપરૂપી સર્પો ઘરમાં રાખ્યા છે તેની ચિંતા થાય છે? આ પા૫ રૂપી સર્પો મારા ઘરમાં છે તે મારું શું થશે? એ ચિંતામાં કદી ઊંઘ ઊડે છે ખરી? આ પાપરૂપી સાપને દૂર કરવાની જરૂર છે.
પેલા ડેસીમા તે ઊંઘી ગયા. પણ દીકરાના મનમાં પાપ છે એટલે ઊંઘ આવતી નથી. માને ઘસઘસાટ ઊંઘતી જોઈ દીકરાને લાગ મળી ગયે. માતાને ભર ઊંઘમાં એકલી નિરાધાર મૂકીને રવાના થઈ ગયે. ડેસીને મૂકી આવ્યાનું કેઈના આવ્યાનું કેઈના દિલમાં દુઃખ ન થયું. સવાર પડતાં ડોસીમા જાગે છે. દીકરો બાજુમાં સૂતે હતો. પિતાના દીકરાને ન જોતાં માજીને ફાળ પડી. અંગ ધ્રુજવા લાગ્યું. પરાણે પુત્રને બૂમ મારે છે પણ જવાબ મળતો નથી. છેવટે ડોસીમા ધર્મશાળાના પટ્ટાવાળાને પૂછે છે ભાઈ ! મારા દીકરાને ? ત્યારે તે કહે-તમારા પુત્રને હું ઓળખતું નથી પણ પરેઢીયે એક યુવાન છોકરાને મેં જાતે જ છે. પણ કયાં ગયે તે મને ખબર નથી. થડી વાર આજુબાજુમાં શોધ કરી પણ દીકરાનો પત્તો ન પડે. ડી વાર રાહ જોઈ પણ પુત્ર ન આવ્યું એટલે ડેસીમા બધે ભેદ સમજી જાય છે. તેને ઘણે આઘાત લાગે છે. ખૂબ કપાંત કરે છે. તેને યાદ આવ્યું કે જે પુત્ર અને પુત્રવધુઓના મોહમાં પડી સીમંધર સ્વામીના દર્શન પણ ખેયા તેમણે મને આ દગો કર્યો ? અંતે ભાન થયું. વિલાપ કરતાં કરતાં ત્યાં ને ત્યાં માજીનું પ્રાણપંખેરું ઊડી જાય છે. જેને આ તમારે સંસાર ! આવા તે ઘણું દાખલા છે. જતાં જતાં ડેસીના મુખમાં વચને નીકળી ગયા કે પુત્ર અને પુત્રવધુઓનું કલ્યાણ થજે. પણ ખરું કલ્યાણ કેનું?
शिवमस्तु सर्व जगतः, परहित निरता भवन्तु भूतगण । . दोषाः प्रायान्तु नाशं, सर्वत्र सुखी भवन्तु लोकाः॥ - આ ભાવના જેની રગેરગમાં વણાઈ ગઈ છે તેનું જરૂર કલ્યાણ છે. ઘરના એકાદ વ્યકિતનું નહિ, સ્વજનેનું નહિ, પણ વિશ્વના તમામ નાના મોટા દરેક પ્રાણીઓનું કલ્યાણ વાંચ્છનારનું જરૂર કલ્યાણ થાય છે.
બંધુઓ! તમારા મહાન પુણ્યદયે તમને આવી અપૂર્વ જિનવાણીનું શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જિનવાણીનું પાણી કષાયનું શમન કરે છે. જિનવાણીનું પાન કરનાર આત્મા અપૂર્વ શીતળતા અનુભવે છે. અમૃતથી પણ અદ્દભુત એવી મીઠી મધુરી સર્વજ્ઞ ભગવંતની વાણી ચંદન સમાન શીતળતાને પ્રાપ્ત કરાવે છે. ચંદનને