________________
સ્વ. આચાય ગચ્છાધિપતિ બા. શ્ર. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી ગુરવે નમઃ સંવત ૨૦૩૭ ના સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘના ઉપાશ્રયે ચાતુર્માસમાં આપેલા પ્રવચને અધિકાર: નમિરાજિષ તથા સાગરદત્ત ચરિત્ર
વ્યાખ્યાન ન−૧
અષાડ સુદ પુનમ ને ગુરૂવાર
ચાતુર્માસના મહિમા
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા અને બહેના ! આજના મંગલ દિવસના ચાતુર્માસના મંગલ પ્રાંગણમાં જીવે શું આરાધના કરવાની છે તેના વિચાર કરવાના છે. આજના મંગલ પ્રભાતથી જૈન શ્રમણેાના મ`ગલ ચાતુર્માસના પ્રારંભ થાય છે. વીતરાગ ભગવાનની આજ્ઞામાં વિચરતા જૈન સતા અને સતીજીએ આ ચાતુર્માસના ચાર મહિનામાં જ્ઞાનદર્શનચારિત્રની આરાધના કરતા એક સ્થાનમાં સ્થિર થાય છે. પાણીથી ભરેલા ઘનવાર વાદળાઓ એક જ જગ્યાએ વરસતા નથી પણ અનેક જુદા જુદા સ્થળામાં વરસે છે, ભ્રમર એક જ પુષ્પના રસાસ્વાદ લેતા નથી પણ અનેક પુષ્પાના રસ ચૂસીને ખૂબ આનંદથી ફરે છે, તેવી રીતે જૈન સતા પેાતાના જ્ઞાનના લાભ એક જ સ્થાને બેસીને આપતા નથી. આઠ મહિના ગ્રામાનુગ્રામ વિચરે છે અને ચાતુર્માસમાં એક સ્થાનમાં રહીને તેમની જ્ઞાનગંગાના પ્રવાહ વહાવે છે. ભાગ્યશાળી આત્માએ આ વીરવાણીના રસાસ્વાદ માણી શકે છે.
તા. ૧૬-૭-૮૧
66
ચાતુર્માસમાં શું કરશેા ? * વર્ષાઋતુમાં મેધરાજાનું આગમન થતાં મયૂરાના હૈયા થનગન નાચી ઉઠે છે તેમ સંત-સતીજીએ મંગલ ચાતુર્માસ પધારે ત્યારે ભવ્ય જીવાના હૈયા મારની માફક નાચી ઉઠે છે. સતા ચાર માસ એક સ્થાનમાં રહે છે. તેનું શું કારણ? જૈન ધર્મ અહિંસા-પ્રધાન ધર્મ છે. જૈન દર્શનમાં અહિંસાનું ખૂબ ઊંડું નિરૂપણ કર્યુ” છે. સંતાને ચાતુર્માસના ચાર મહિના એક સ્થળે રહેવાની ભગવાને આજ્ઞા કરેલી છે. ચામાસામાં વરસાદના કારણે વનસ્પતિ તથા નાના મોટા અનેક જીવાની ઉત્પત્તિ થાય છે. વિહારમાં વિચરતા સ્થ આત્માથી જોઈએ તેવી જીવાની જતના થતી નથી. ચાતુર્માસમાં એક જ સ્થાને રહેવાની પ્રભુની આજ્ઞા પાછળ જીવા અને જીવવા દે”ની પરમ પવિત્ર અહિંસાની સદૂભાવના રમી રહી છે. ખીજું કારણ ચાતુર્માસમાં ગૃહસ્થાને આઠ મહિના કરતા ઘેાડી નિવૃત્તિ હેાય છે. નિવૃત્તિ હાય તા એ સારી રીતે સતાના વ્યાખ્યાનના તથા ધર્મધ્યાનના લાભ લઈ શકે. ત્રીજી વાત જ્ઞાનીઓ કહે છે કે આઠ મહિના ખૂબ વિચરણ કર્યું. પણ આ ચાર મહિના હવે તારા આત્મામાં વિચરણ કર, સ્વભાવમાં સ્થિર થઈને આત્માને એધ આપ,
૧