________________
૫૪૪
શારદા રત્ન
નવીન પ્રકાશ પ્રાપ્ત થાય છે. ભગવાને મોક્ષ જવાના અનેક દરવાજા બતાવ્યા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન, શીલ, તપ, ભાવ. સંચિત કરેલાં કર્મોને ખપાવવા માટે તપ એ અમેઘ હથિયાર છે. નાની ઉંમરમાં આ મહાસતીજીએ આવી ઉગ્ર સાધના કરી. ધન્ય છે તેમના જીવનને ! આપણું કટી કોટી ધન્યવાદ! તેઓ તેમના જીવનમાં ફરી ફરીને આવી ઉગ્ર સાધના કરી કર્મોને ખપાવે. જીવન ઉજજવળ બનાવે એજ મનની મનીષા. તેમના જેવા તપ કરવાનું શાસનદેવ અમને બળ આપે, શકિત આપે એ જ ભાવના સહિત વિરમું છું. હવે પૂ. મહાસતીજી વ્યાખ્યાન ફરમાવશે.
બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી. સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની મહાપુરૂષે ફરમાવે છે કે
बिभेषि यदि संसारात् मोक्षप्राप्ति च कांक्षसि ।
तदेन्द्रिय जयं कर्तु, स्फोरय स्फोरय पौरुषम् ।। હે ચેતન ! આ સંસારથી તને ભય લાગ્યો હોય અને તેનાથી તું મુક્ત થવા માંગતે હોય તે તું તારી ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર. અને તે માટે અવિરત પુરૂષાર્થ કર. જન્મ, જરા અને મૃત્યુની ચકકીમાં અનાદિકાળથી આપણો આત્મા પીસાઈ રહ્યો છે, દુઃખી
ખી થઈ રહ્યો છે અને ત્રાહિબા પોકારી રહ્યો છે. આ બધાનું મૂળ અને મુખ્ય કારણ આપણે આત્મા જ જન્મથી ઈન્દ્રિયને ગુલામ બન્યા છે. વાસનાને વશ થયો છે, તેથી - તેની આ દુર્દશા થઈ રહી છે. હવે જે આત્માને આ ઘેર દુઃખેથી બચાવવો હોય, સાચે સુખી
અને શત બનાવવો હોય, તે તેણે વાસના ઉપર વિજય મેળવવો પડશે, ઈન્દ્રિયને વશ કરવી પડશે. લાલસાઓ ઉપર કાબૂ મેળવવું પડશે. એકેક ઈન્દ્રિયને વશ બનેલા હાથી પતંગીયું, ભ્રમર, માછલી અને હરણ પોતાના પ્રાણ ગુમાવી દે છે, તે પાંચે ઈન્દ્રિયોમાં આસક્ત બનેલા અને વાસનાના ગુલામ બનેલા માનવીની શી દશા?
બંધુઓ ! વિચાર કરો. જે રૂપ પાછળ જીવ ગાંડો થેલે બને છે, અરે, એમાં મગ્ધ અને મશગૂલ બની સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થાય છે પણ આ રૂપ પાછળ જીવ દષ્ટિ કરે, તે તેને જણાશે કે આ કાયા તે મળમૂત્ર અને વિષ્ટાદિ સાત ધાતુથી ભરેલી કથળી છે. જેમ કેઈ માણસ તમને એક સુંદર અને સોહામણું કેથળી આપવા તૈયાર થાય, પછી ભલે તે મખમલની મુલાયમ અને મેહક કથળી હોય, ચારે બાજુ કસબનું કામ ક" હોય, વચ્ચે મોતી અને નંગ જડેલા હોય, સ્પર્શમાં ખૂબ કોમળ, દેખાવમાં અત્યંત આકર્ષક આનંદદાયક હોય, આંખ અને હાથને ગમે તેવી મનોરમ્ય હોય, પણ ખબર પડે કે એ કેથળી તે વિષ્ટાથી ભરેલી છે, તો કેઈ એને સ્પર્શ કરે ખરા? ના ...ના... આ જ રીતે માનવી તું જરા વિચાર કર કે જે રૂપમાં તું મુગ્ધ બન્યો છે તે કાયા દેખાવમાં ગમે તેટલી ખૂબસુરત હોય, ભલે રૂપમાં રૂપાળી હોય, ઉપરથી સોહામણી લાગતી હોય, તેથી કંઈ રાજી થવાનું નથી, કારણ કે આ ઉપરથી રૂપાળી દેખાતી કાયા