________________
६४६
શારદા રત્ન ગયો છે. ઉર્ધ્વગામી રાડ ચૂકી ગયો છે, આત્માની પિછાણ વિસરાઈ ગઈ છે, ને પોતે પરમ હોવા છતાં પામર બની ગયો છે. તેમાં પણ આજના યુગમાં અનેક આકર્ષણમાં માનવી ભાન ભૂલ્યા છે. પૈસાની ઘેલછામાં ઘેલો બને છે અને વૈભવ વિલાસના સાધનોમાં પાગલ બન્યું છે. આ છે કળિયુગને કરૂણ અંજામ! ખરેખર માનવી માનવ મટી દાનવ બન્યું છે. રક્ષક મટી ભક્ષક બન્યો છે. વિષય વાસનાની ઉંડી ખીણમાં સુખની તૃપ્તિ માણી રહ્યો છે. કાદવથી ખરડાયેલ પગ હોવા છતાં મેંદીના રંગની અનુભૂતિ કરે છે. બંધન અને પિંજરમાં પૂરાયેલ હોવા છતાં આ આત્મારૂપી પિપટ કિલકિલાટ કરે છે.
એક પંખી પાંખના સહારે નીલગગનના રવૈર ઉડ્ડયનની મોજ માણે છે. એ જ પાંખ એને કયારેક લેઢાના પિંજર તરફ પણ લઈ જાય છે તેમ મન રૂપી પંખીને ઈજારો તે મુક્ત વિહારનો મળ્યો છે, પણ સંસાર રૂપી સોનાનું પિંજર એને પકડી રાખે છે. પિંજર તે કોઈને ગમતું નથી. પણ મોટી મોટી આશાઓ આ પંખીને પિંજરમાં પૂરી રાખે છે. પિપટને સેનાનું પિંજર મળે, માલિકને પ્રેમ મળે અને લીલા મરચાદિ ખાવા મળે તેથી તે પિંજરની પરાધીનતામાં સુખ માણે છે, તેમ આત્મા પણ ભૌતિક સુખના આકર્ષણથી તેની માયાજાળમાં ફસાય છે. પોતે શાશ્વત સુખનો માલિક છે એ વાત ભૂલી જાય છે, અને ક્ષણિક સુખના આસ્વાદ માટે તે પિંજરમાં પૂરાય છે અને અનંત સુખના મુક્તિ મહેલને તે ઠોકર મારે છે. સંસારના આકર્ષણથી, વિષયવાસનાની લોલુપતાથી અને લોભતૃષ્ણાથી એ બંધનેને મજબૂત બનાવે છે. એને ખબર નથી કે વિષ વિષ કરતાં ભૂંડા છે. વિષ તે એક જીવનનો નાશ કરે છે પણ વિષયો તે પ્રાણીઓને અંધ બનાવી અનેક ભવની કતાર સુધી દુઃખ આપે છે.
જંગલમાં જતાં શાહુકારને જેમ અનેક ચરો ઘેરી વળે છે તેમ આત્મગુણને લૂટવા માટે લૂંટારા પાછળ પડયા છે. આ ચોર લૂંટી લે તે પહેલાં સાવધાન બનવાની જરૂર છે. જેમ તાળું એક છે તેને ખેલવા અને બંધ કરવા માટે ચાવી એક છે. એક બાજુ ફેરવવાથી તાળું ખુલી જાય અને બીજી બાજુ ફેરવવાથી બંધ થઈ જાય, તે રીતે સંસારમાં રહેલા જીવને બંધન અને મુક્તિ માટે ચાવી એક છે. તેને ફેરવવાની રીતમાં બંધન-મુક્તિ સમાયેલા છે. સંસારના પિંજરમાં આત્મરૂપ પંખી પૂરાયું છે. તેના પર અજ્ઞાન અને આસક્તિનું તાળું લટકી રહ્યું છે. જે મનને મમત્વ–આસક્તિ તરફ વાળીએ તે સંસાર મજબૂત બને અને અનાસક્તિ તરફ વળાંક આપીએ આત્મા પરથી સંસાર ફેંકાઈ જાય. જેમ દરદી ડોકટરની દવા કરે અને પથ્ય બરાબર પાળે છે તે સાજા થઈ જાય છે તેમ જીવ 'જ્ઞાનીએ બતાવેલા ત્રણ ઔષધનું સેવન કરે તે ભવરોગથી મુક્ત બને. એ ત્રણ ઔષધે કયા? સમ્યકજ્ઞાન, તત્વપ્રીતિ અને તત્વ પર શ્રદ્ધા કરવાથી સમ્યફદર્શન નિર્મળ બને, સુસાધના એટલે સમ્યફ ચારિત્ર. આ ત્રણ દ્વારા આત્મા સર્વાગી વિકાસ સાધી શકે છે. મુક્તિ માર્ગને પથગામી બને છે. મેંઘેરા માનવભવને પામીને જે આત્મા ભૂલ્યા તે સંસાર રૂપી પિંજરમાંથી મુક્ત થઈ શકશે નહિ. એમાંથી મુક્ત થવાની સાધના માનવભવમાં સાધ્ય છે. આ સાધના તે સમ્યફ ચારિત્ર.
*
,