________________
६०
શારદા રત્ન બધા કર્મોને શ્રી મહાવીર પ્રભુએ માત્ર ૧૨ વર્ષ અને એક પખવાડીયાના ટૂંકા ગાળામાં ખપાવી દીધા. એનું કારણ એક એ જ હતું કે એ તારક પ્રભુએ દીક્ષા લીધા પછી અર સમ્યફ તપનું સેવન કર્યું હતું. આપણુ આત્મા ઉપર અનંતાનંત કર્મવર્ગણાએ ચૂંટેલી છે, પણ એથી ગભરાવાની જરૂર નથી. એને દૂર કરવા માટે પ્રભુએ આપણને રામબાણ ઔષધ બતાવ્યું છે, તે છે તપ. લાખ મણ લાકડાને ગંજ ખડકાયો હોય પણ એને ભસ્મીભૂત બનાવવા માટે અગ્નિને એક કણ સમર્થ બની જાય છે, એ રીતે સમ્યગ દર્શનાદિ રત્નત્રયીપૂર્વક જે સમ્યક તપનું સેવન કરવામાં આવે તે કર્મોના ગંજાવર ઢગને બાળીને આત્મા પરમ પદને પામવા અવશ્ય સમર્થ બની શકે છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં બેલ્યા છે.
सउणी जह पंसुगुंडिया, विहुणिय धंसयइ सियं रयं। પર્વ વિશે વાળવે, નં રહેવા તવરણ માને | અ. ૨. ઉ. ૧. ગા. ૧૫
જેવી રીતે પક્ષિણી પિતાના શરીર પર લાગેલી ધૂળને, પિતાના અંગને અથવા પાંખને ફફડાવીને ખંખેરી નાંખે છે, તેવી રીતે અણસણ આદિ તપ કરવાવાળા અહિંસા પ્રધાન ભવ્ય પુરૂષ કર્મને નષ્ટ કરી દે છે.
અહિંસા ધર્મના પાલન માટે સાધકે અહિંસા ભગવતીની બે પાંખો સંયમ અને તપની આરાધના કરવી પડે છે. જેવી રીતે પક્ષિણી પિતાના શરીર પર લાગેલી ધૂળને બી પાંખ ફફડાવીને દૂર કરે છે, તેવી રીતે જ્યારે અહિંસાને સાધક સંયમ અને તપ રૂપી પાંખો ફફડાવશે તે તેના આત્મા પર લાગેલી કર્મરૂપી ધૂળ તે રીતે નાશ થઈ જશે. -તપશ્ચર્યા આત્મશુદ્ધિ માટે આવશ્યક છે. તપ દ્વારા આંતરિક મેલ દૂર થાય છે, અને - આત્મા પવિત્ર બને છે. ચિત્તવૃત્તિઓની મલીનતા આત્મદર્શન માટે ગાઢ આવરણ રૂપ
છે. આ આવરણ દૂર કરવાની શક્તિ તપમાં છે. આધ્યાત્મિક રોગની શાંતિને માટે તપ એક અમેઘ રસાયણ છે. તપમાં થોડું કષ્ટ તે લાગે, પણ અલ્પ કષ્ટ વેઠતા આત્મા મહાન સુખને મેળવે છે.
એક વાણિયો રત્નને વહેપાર કરવા એક વખત દૂર દૂરના દેશમાં ગયો. ત્યાં એનું ભાગ્ય પુરબહારમાં ખીલી ઉઠયું. જ્યારે પુણ્યને સિતારો પ્રગટે છે ત્યારે લક્ષ્મી પાણીની માફક આવે છે. આ વણિકે ખૂબ રત્નોની સંપત્તિ પ્રાપ્ત કરી, પણ હવે તેના મનમાં એ મૂંઝવણ થઈ કે હવે આ રત્નને દેશમાં લઈ જવા કેવી રીતે? આ રત્નો ઘણું કિંમતી હતા. તેની પાસે એક ડબ્બી હતી. તેમાં રત્નો મૂક્યા, પણ આ મહામૂલ્યવાન રત્નની ડબ્બી લઈને દેશમાં જવું કેવી રીતે? કારણ કે દેશમાં જતાં વચ્ચે રસ્તામાં એક મોટું વન આવતું હતું. તે વનમાં ચાર લૂંટારાને ભય ઘણે હતો, પણ આ તે હતો વાણીયે. એની બુદ્ધિ ઘણી હતી. એણે પિતાની બુદ્ધિથી એક કિમિયો શોધી કાઢો.
વાણિયાએ ચમકતા પથ્થરો લાવીને તેની એક પોટલી બનાવી. પોતાના સાચા રત્નને ડબ્બ ત્યાં જમીનમાં ખાડે છેદીને સુરક્ષિત રીતે દાટી દીધે, પછી તે એ