________________
૭૯૨
શારદા ત્મિ જીવનમાં નથી રાગને કેાઈ વલવલાટ, નથી રાગની કઈ અગનઝાળ કે નથી રાગને કઈ આલાપ કે વિલાપ, માત્ર છે વૈરાગ્યને તરવરાટ, વૈરાગ્યની શીતળતા, વૈરાગ્યનું અમૃતપાન. મુનિ જીવનને પ્રાણ એટલે વૈરાગ્ય. મુનિ એ પ્રાણના જતન કમર કસીને કરે. | ગમે તેવા રાગના કે મહિના પ્રબળ નિમિત્તે એમની સામે આવે પણ વૈરાગી મુનિને એ નિમિત્તેની કોઈ અસર ન થાય. કમળના પાંદડા ઉપર ઝાકળનું બિન્દુ જેમ ન ટકે તેમ મુનિ ઉપર રાગ ન ટકે. કેઈ જડ પદાર્થો એને આકષી ન શકે. સેહામણું અને મધુર શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એના વૈરાગ્યને હચમચાવી ન શકે. વૈરાગ્યના માર્ગ ઉપરથી નીચે ઉતરવાનું નહિ. ઉતરે પણ શા માટે? વૈરાગ્ય માર્ગ ઉપર એ સાધક આત્માને એવી તૃપ્તિ હોય છે, ઈચ્છાઓને એ અભાવ હોય છે કે રાગના આગ જેવા માર્ગ ઉપર એ જાય નહિ. એવા નમિ રાજર્ષિની સામે ઈન્દ્ર મહારાજાએ કેવા કેવા દશ્ય ખડા કર્યા ! મિથિલા બળતી દેખાડી, રાણીઓનું, પરિવારનું કરૂણ રૂદનનું દશ્ય બતાવ્યું, છતાં આ દઢ વૈરાગી રાજર્ષિ એમાં જરા પણ લેભાયા નહિ પણ તેના જવાબ કેવા આત્મસ્પર્શી આપ્યા કે જે સાંભળતા ઈન્દ્ર પણ આશ્ચર્ય પામી ગયે. નમિરાજે કહ્યું, હું રાજ્યનું, તથા પ્રજાનું સુખ ઇચ્છું છું તેથી ચાર ડાઓને નાશ કરવા ઈચ્છું છું કે જે ફરીને ઊભા થાય નહિ. તે ચોર ડાકૂ કયા છે તે નમિરાજ ઈન્દ્રને સમજાવશે ને શું કહેશે તેના ભાવ. અવસરે.
ન ચરિત્ર-કરૂણ કથની કહેતે કિશોર- કિશોર પોતાની બધી વાત શુભમતિને કરી રહ્યો છે. હું કિશોર નથી પણ ગુણચંદ્ર છું. કિશોરનું નામ ધરાવી ભાડે પરણવા આવ્યો છું. એક દિવસ રાત્રીએ શેઠ મારી પાસે આવ્યા ને મને બધી વાત કરી.
ભાડૂતી વર” બની લગ્ન પ્રસંગની શોભા રાખી પિતાની આબરૂ-ઈજ્જત જાળવવાને આદેશ કર્યો. મેં ચકખી ના પાડી. હું આવા પાપના કામ નહિ કરું. આવા વિશ્વાસઘાતના પાપ કરી હું કયા ભવે છૂટીશ? મને ઘણું કહ્યું છતાં હું માન્યો નહિ, ત્યારે બેબી કપડા ધોવે એટલે માર માર્યો. અત્યારે એ મોટી મોટી વાત કરે છે. મેટા દાનવીર દેખાય છે, ધર્મિષ્ઠ દેખાય છે, પણ એ ધમી નથી, એ તો મહાપાપી છે. અત્યારે તેમને સ્વાર્થ સાધવો છે એટલે છૂટા હાથે પૈસા વાપરે છે. બાકી પૂરો મમ્મીચૂસ છે. સાવ દયાહીન છે. એની દૃષ્ટિમાં બીજો કોઈ નહિ ને હું જ આવ્યા. આટલે માર માર્યો છતાં મેં કહ્યું, હું સામી છોકરીને ભવ નહિ બાળું, એવું કામ હું નહિ કરૂં, ત્યારે છેવટે તેણે જાણ્યું કે આ માનશે નહિ તેથી શું કર્યું?
મેરે જીવનકો અંત કરને, પાપી શેઠ તૈયાર હુઆ,
જીવન જીનેકી તૃષ્ણાસે, ફલકા વિચાર ન કિયા. શેઠે છેલ્લો ઉપાય અજમાવ્યો. મારી જીવનલીલાનો અંત કરવા માટે નગ્ન તલવાર લઈને મારી પાસે આવ્યા. તલવાર જોઈ ને મરણના ભયથી હું ધ્રુજી ગયો. હાય ! હવે મને મારી નાંખશે! તેથી હું ગભરાઈ ગયો. મારે અડગ નિર્ણય હચમચી ગયો,