________________
શારદા રત્ન ભૂમિ, શાલી, યવ, હિરણ્ય અને પશુ આદિ પદાર્થોથી પરિપૂર્ણ આ સારી પૃથ્વી પણ એક જીવની ઈચ્છા પૂર્ણ કરવામાં સમર્થ થઈ શકતી નથી. એમ જાણીને વિદ્વાન પુરૂષ તપનું આચરણ કરે.
નમિરાજ કહે છે હે વિપ્ર ! આ સંસારના પદાર્થોમાં તૃષ્ણાની પૂર્તિ કરવાનું સામર્થ્ય નથી. જેવી રીતે અગ્નિની જવાળામાં ઘી નાંખવાથી અગ્નિ શાંત થવાને બદલે વધતી જાય છે, તે રીતે સંસારના પદાર્થોથી પણ તૃષ્ણા ઘટવાને બદલે વધતી રહે છે, તેથી કઈ લેભી માણસને ધન-ધાન્ય, સેના, ચાંદી, હાથી, ઘોડા, આદિથી પરિપૂર્ણ ભરેલ આ પૃથ્વી કઈ તૃષ્ણાવંત મનુષ્યને આપવામાં આવે તે પણ એની તૃષ્ણ શાંત થતી નથી, કારણ કે લેભ બહુ બૂરી ચીજ છે. “પાપને બાપ લાભ” લેભી મનુષ્ય જેટલા પાપ ન કરે એટલા ઓછા. લેભી મનુષ્ય ધન મેળવવા કેટલું કષ્ટ વેઠે છે. તે કાળ અકાળને વિચાર નથી કરતા. | મમ્મણ શેઠની પાસે કરડેનું ધન હતું. સમુદ્રથી બહારના દેશોમાં તેને વહેપાર ચાલતું હતું. તેની યુવાની પણ પસાર થઈ ગઈ હતી, પણ લોભની માત્રા ખૂબ હતી, તેથી ઘનઘેર રાત્રીમાં મૂશળધાર વરસાદમાં પણ એકવાર દરિયામાં ચંદનના લાકડા તણાઈને આવતા હતા તે લેવા ગયો. ચલણરાણીને મહેલ દરિયા કિનારે હતો. તેણે રાત્રે આ માણસને આવી રીતે કામ કરતે જે. તેના મનમાં થયું કે કણ એટલે બધે દુઃખી હશે કે આવા મૂશળધાર વરસાદમાં પણ આવી મજુરી કરે છે ! શું રાજાએ તેના પર દયા નહીં કરી હોય! બીજે દિવસે ચેલણાએ શ્રેણિક રાજાને ફરિયાદ કરી. મહારાજા ! હું દુખી છું. કેમ દુઃખી છો ? મારી પ્રજા દુઃખી તે હું દુખી અને પ્રજા સુખી તે હું સુખી. પણ છે શું ! આપ ગરીબ માણસ પર દયા નહિ કરતા હો તેથી આવા તેફાનમાં વરસાદમાં બિચારો લાકડા લેવા આવે છે. તેને કંઠી નહિ લાગતી હોય! આપ તેના પર દયા કરો. રાજા કહે મને ખબર નથી. હું તપાસ કરાવીશ.
બીજે દિવસે શ્રેણિક રાજાએ તેને તે માણસને બોલાવવા મોકલ્યો. માણસે તેને રાજા પાસે લઈ આવ્યા. શ્રેણિક રાજા કહે-શું તું બહુ દુખી છે ? ભીષણ ઠંડીમાં, વરસાદમાં મરી જવાય એવા સમયે તું લાકડા ખેંચે છે? તારે શું જોઈએ છે? માંગ... માંગ તે આપું. મહારાજા ! મારા બળદને એક શીંગડું છે. બીજું શીંગડું જોઈએ છે. મમ્મણની વાત સાંભળીને રાજા હસી પડયા. શું તારે એક શીંગડું જોઈએ છે? તું કહે એટલા તને બળદ આપું. ચાલ મારી બળદશાળામાં. ખેતી કરવામાં હોંશિયાર ને અલમસ્ત બળદે છે. તારે જે જોઈએ તે લઈ જા. મહારાજા ! મારે આવા બળદ નથી જોઈતા. તે કેવા જોઈએ છે? આપ મારા બળદ જુઓ. તે તે રાજાને પોતાને ઘેર લઈ ગયાં. મમ્મણને બળદ બળદશાળામાં રહે તેવા ન હતા. એ તે શ્રેણિક રાજાને પિતાના મકાનમાં લઈ ગયા. જે રૂમમાં બળદ રાખ્યા હતા ત્યાં ગયા. તે રૂમને ચાંદીનું તાળું વાસેલું હતું. રાજાના મનમાં થયું કે જેને ત્યાં ચાંદીના તાળા હેય એ શું ગરીબ