________________
६२२
શારદા રત્ન લચી પડેલું મોટું ખેતર આવ્યું. સૈનિકે કહે, આ ખેતર ઘણું મોટું છે. પાક ભરપૂર છે. હવે આગળ જવાની જરૂર નથી. અહીંથી જેટલા જોઈએ તેટલા ચણા લઈ લે.
આ ખેતર આ ખેડૂતનું નહિ! :-ખેડૂત કહે-ભાઈએ ! આપ આ ખેતરમાં ન જશે. આ ખેતર કરતા વધુ સુંદર મોટું ખેતર બતાવું. જેમાં આ ખેતર કરતા દોઢ બે ગણે પાક વધુ થયો છે. સૈનિકે કહે–આવું સરસ મઝાનું ખેતર મૂકીને અમને આગળ શા માટે લઈ જાવ છો? શું અમને હેરાન કરવા છે? તમે તમારા રસ્તે ચાલ્યા જાવ. હવે અમારે તમારી જરૂર નથી. ખેડૂતે કહ્યું–ભાઈ! આ ધરતી મેવાડની છે. રાણું પ્રતાપની પવિત્ર ભૂમિ છે. આ દેશને કોઈ માનવી એવો નહિ હોય કે આંગણે આવેલ કદાચ દુશ્મન હોય તે પણ અતિથિનો સત્કાર કર્યા વિના રહે. તમે આગળ ચાલે, સરસ ખેતર બતાવીશ. ઘોડે દૂર ગયા ત્યાં બીજું ખેતર આવ્યું. ખેડૂત તે આગળ ને આગળ લઈ ગયો. ત્યાં લીલા ચણાના પાકથી લચી પડેલું મોટું ખેતર આવ્યું. ખેડૂત કહે-જુઓ, આ સરસ મઝાનું ખેતર છે. તમારે ઘોડાને ખવડાવવા જોઈએ તેટલું લઈ જાવ. તમારા માટે જોઈએ તે પણ લઈ જાવ. સૈનિકે તે પૂળા કાપવા મંડી પડ્યા.
ડીવારમાં તે લીલુંછમ ખેતર ઉજ્જડ વાટ જેવું બની ગયું. આ બધું જોતાં થોડીવાર તે ખેડૂત ગળગળો થઈ ગયે પણ કાંઈ બે નહિ. સૈનિકોએ તે ખેતરમાં ચણાનો દાણો પણ રહેવા ન દીધે, છતાં ખેડૂતના મુખ ઉપર ગ્લાની કે ખેદ નથી. સૈનિકના મનમાં થયું કે આ ખેતર આ ખેડૂતનું નહિ હોય.
સ્વાર્થ આ ભવનો નહિ પણ પરભવન" :-છેવટે સૈનિકે એ ખેડૂતને પૂછયું–બાપા ! આપણે આવ્યા ત્યારે આગળ સુંદર મઝાના બે ખેતર હતા. જ્યાં ચણાને પાક લલચ હતું, છતાં અમને ત્યાંથી ચણું કેમ લેવા ન દીધા ને અહીં લાવ્યા? એની પાછળ તમારો કોઈ સ્વાર્થ ખરો? ખેડૂત કહે-હું આપને સત્ય વાત કહું. સ્વાર્થ તો ખરો પણ આ સ્વાર્થ આ ભવને નહિ, પણ પરભવને સ્વાર્થ છે. દેહનો નહિ પણ આત્માને સ્વાર્થ છે. સ્વાર્થ વગર કઈ માણસ પ્રવૃત્તિ કરતા નથી. પહેલા તમે જે ખેતર જયાં તે મારા ન હતા પણ બીજાના હતા. તમે જે ખેતરને બધો પાક લઈને ખેતરને ઉજજડ બનાવ્યું તે ખેતર મારું છે. જેના પર મારા જીવનની આજીવિકા છે, મારું જીવન છે. આજે મેવાડની ભૂમિમાં યુદ્ધ થવાનું છે. યુદ્ધમાં કેટલાય જીવોનો કચ્ચરઘાણ થશે, લેહીની નદીઓ વહેશે, સંપત્તિ લૂંટાઈ જશે. આવું યુદ્ધ કરવા તમે મેવાડની ભૂમિમાં આવ્યા છે, તે હું બીજાનું ખેતર શી રીતે લૂંટાવી શકું? ભાઈ! આ તે બાદશાહને હુકમ હતું એટલે ગમે તેના ખેતરમાંથી ચણ લેત, તે પણ કઈ બોલી શકવાના નથી, તે પછી તમે જાતે જ તમારું ખેતર શા માટે લૂંટાવા દીધું?
મારી જાતને લુંટાવી છે પણ નીતિને લુંટાવી નથી” –ભાઈઓ ! પાસે ઉભા રહીને જે બીજાનું ખેતર લૂંટાવી દઉં તે મારે નીતિ ધર્મ કયાં રહ્યો ? ભારતની સંસ્કૃતિ છે કે, પોતાનું બધું જાય તે ભલે જાય પણ નીતિ તે નજ જવી જોઈએ.