Book Title: Sharda Ratna
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 1034
________________ શારદા રત્ન ८२६ હતું, તેથી સ્નાન કરીને તૈયાર થઈને બહાર નીકળી. ત્યાં શેઠ ઘેર આવ્યા. તારામતીનું રૂપ–લાવણ્ય જોઈ ને શેઠની મતિ બગડી. તારામતીને જોતાં શેઠ બધું ભૂલી ગયા. હવે તેમની દષ્ટિમાં તારામતી સિવાય કોઈ દેખાતું ન હતું. પોતાની મેલી મુરાદ પાર પાડવા શેઠ અડધી રાત્રે ઉડ્યા ને તારામતી પાસે આવ્યા. તારામતી સમજી ગઈ કે શેઠની દાનત બગડી લાગે છે. નહિ તે અડધી રાત્રે તે શા માટે આવે? તેના મનમાં થયું કે અરે ભગવાન! આ તે મેટું દુઃખ આવી પડ્યું. હવે હું શું કરીશ? શેઠ પોતાની દુષ્ટ ભાવના પ્રદર્શિત કરતા કહે છે હે પ્રિયા ! હું મારું સર્વ વ તારા ચરણોમાં ધરું છું. તું મારી વાતને સ્વીકાર કર, તે તારે આ મજુરી પણ નહિ કરવી પડે. તું મને આધીન થઈશ તે તને મમતા સર્વ સુખ મળશે. શેઠની આ અધમ વાત સાંભળતા તારામતી એકદમ ગભરાઈ ગઈ. તેના મનમાં થયું કે અત્યારે જે હું બૂમાબૂમ કરીશ કે કેઈ ને બોલાવીશ તે કઈ મારી વાત માનશે નહિ, કારણ કે અહીં મારું કઈ નથી, તેથી તેણે મનમાં એક યુક્તિ વિચારી. શીલ સાચવવા કરેલી યુક્તિ –તારામતીએ કહ્યું, શેઠ, મારા મહાન ભાદયે મને આપ જેવા શેઠનું સુખી ઘર મળ્યું છે. આપ મારા પર કૃપા કરી ને અહીં પધારી મારા નીરસ જીવનને હર્યુંભર્યું બનાવો. મેં અત્યાર સુધી ઘણું દુઃખ સહન કર્યું છે. આપ મને વચન આપો કે હું તને જિંદગીભર નભાવીશ તે તમારી વાતને સ્વીકાર કરું. શેઠ કહે-અરે, તને રાજરાણી જેવા સુખે આપીશ. શેઠના આ વચન સાંભળીને તારામતી કહે છે કે આપ હમણાં અહીં બેસે. એ બધું હું સંભાળી લઈશ. એમ કહીને તે રાત્રે ત્યાંથી ભાગી છૂટી. તે ગામ છોડીને ઘણે દૂર નીકળી ગઈ. ચાલતા ચાલતા એક શહેરની બહાર મંદિર હતું ત્યાં જઈને રહી. આ બાજુ તારામતીને ગય ઘણીવાર થઈ છતાં તે ન આવી એટલે શેઠ રાહ જોવા લાગ્યા. હમણું આવશે (૨) પણ તારામતી તો ન આવી. તારામતી મનમાં વિચાર કરે છે કે હું એક અબળા જાતિ છું. મારે શીલ સાચવવું છે. કેઈ પણ સ્થિતિમાં હું શીલને છોડવાની નથી, પણ આ પાપી પેટને ભરવા માટે કંઈક મહેનત તે કરવી પડશે. - સંકટમાં સતીજીઓને સથવારે શેઠાણી તારામતી આ રીતે વિચાર કરતી મંદિરમાં બેઠી છે. પુણ્યને ઉદય જાગે ત્યારે માણસને કઈને કઈ સથવારો મળી જાય છે. તારામતી મંદિરમાં બેઠા બેઠા નવકાર મંત્રનું સ્મરણ કરે છે. એટલામાં સાધ્વીજીઓને એક સમુદાય નીકળ્યો. સાધ્વીજીઓને જોતાં શેઠાણુને ખૂબ આનંદ થયો. તે તે લળીલળીને વંદન કરવા લાગ્યા. તારામતીને એકલી જતાં સાધ્વીજી પૂછે છે–બહેન ! આપ જંગલમાં એકલા કેમ છો ? તમારું નામ શું છે? આપ ક્યાંથી આવો છો! તારામતીએ કહ્યું–સતીજી! હું આપની શ્રાવિકા છું, મારું નામ તારામતી છે. હું મારા પતિથી વિખૂટી પડી ગઈ છે અને આજીવિકા ચલાવવા કઈ કામની શોધમાં ફરું છું. સાધ્વીજીએ વિચાર કરીને કહ્યું કે આપ અમારી સાથે ચાલે. શેઠાણી તે સાધ્વીજીઓની સાથે પ૯

Loading...

Page Navigation
1 ... 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042 1043 1044 1045 1046 1047 1048 1049 1050 1051 1052 1053 1054 1055 1056 1057 1058