________________
શારદા રત્ન
ગુણદત્તે રાજદે, હકીમો આદિ ઘણાને લાવ્યા, પણ કેઈને ઉપાય કામયાબ ન નીવડયો. છેવટે એક ગારૂડિક આવ્યો. તેણે કહ્યું મહારાજા ! આ જે કંઈ બન્યું છે તે એક દૈવી પ્રકોપ લાગે છે, અથવા કેઈ અભિશાપ ઉતર્યો લાગે છે. તમારું રાજભવન તે નિર્જન વન જેવું બની ગયું છે. તમારા મુખ પર તે વેદનાના સિંધુ ભર્યા દેખાય છે. મારાથી આ જેવાતું નથી. મારી પાસે એક ઉપાય છે. ગુણદત્ત કહે, તારા ઉપાયથી જે મારૂં કુટુંબ મૃત્યુના મુખમાંથી બચી જશે તે હું તને સારી ભેટ આપીશ. ગારૂડિકે મંત્રતંત્રાદિ પ્રયોગો ઘણા કર્યો, પણ તે બધા નિષ્ફળ ગયા. છેવટે કરંડિયામાંથી સપને બહાર કાઢી મંત્રોથી તથા સારા રાગરાગિણીઓના સૂરથી સપને ખુશ કર્યો ને પછી કહ્યું–હે નાગદેવ! આ યુવરાજ અને રાજમાતા વગેરેના વિષનું પાન કરી તેમને વિષમુક્ત કરો. નાગદેવે ના કહી. તેમને વાચા પ્રગટી અને કહ્યું કે રાજાને કહો કે તમારા કુટુંબને સજીવન કરવું હોય તે નાગપંચમીના દિવસે વ્રત કરી મારી પૂજા કરે, તે હું બધાને વિષમુક્ત બનાવીશ. ગારૂડિકે રાજાને વાત કહી.
ગુણદત્તની શ્રદ્ધાથી ચરણમાં નમેલે દેવ -રાજા કહે-નિર્દોષ પ્રયત્નથી મારે પરિવાર મૃત્યુમાંથી બચતો હોય ઠીક, બાકી કોઈ પ્રયત્ન મારાથી થશે નહિ. મને મારા જિનેશ્વર દેવ પર અને તેમના ધર્મ પર અતૂટ શ્રદ્ધા છે. તેમણે મને દુઃખમાંથી બચાવ્યું છે. હવે એમને મૂકીને હું બીજાની પૂજા કરું એ કયારેય પણ બનશે નહિ. ગારૂડિકે તેને ઘણું સમજાવ્યો પણ ગુણદત્ત સમયે નહિ. છેવટે નાગદેવ તેને કરડવા ગયે તે પણ તે ગભરાયે નહિ કે શ્રદ્ધાથી ચલિત ન થયો, ત્યારે ગારૂડિકના વેશમાં રહેલ દેવ સાક્ષાત્ પ્રગટ થયે, અને ગુણદત્તના ચરણમાં પડ્યો. ત્યાં પંચવણ પુષ્પોની વૃષ્ટિ કરી, અને ગુણદત્તના કંઠમાં દેવી હાર અને કાનમાં કુંડલ પહેરાવ્યા. પોતાના અપરાધની ક્ષમા માંગી અને બધાને સજીવન કર્યા ને પોતાના સ્થાને ચાલ્યો ગયો.
દુખની ઝડી વરસાવનાર દેવની હાર -સાગરદત્ત શેઠ, શેઠાણી, બંને પુત્ર તથા પુત્રવધૂઓ બધા ભેગા મળી એક ચિત્તે પ્રભુને પ્રાર્થના કરે છે. તેમની ધર્મની શ્રદ્ધાથી દેવનું સિંહાસન ડોલ્યું. ઉપગ મૂકીને જોતાં ખબર પડી કે આ ધર્મિષ્ઠ છની દઢ શ્રદ્ધાને કારણે સિંહાસન ડોલ્યું છે. દેવ તરત ત્યાંથી ઉઠો અને આવીને શેઠના ચરણમાં પડી માફી માંગી. શેઠ ! મેં આપને ખૂબ કષ્ટ આપ્યું છે. આપની બેહાલ દશા કરનાર હું છું. આપને ધર્મશ્રદ્ધાથી ડગાવવા આટલા દુઃખો આપ્યા, છતાં આપે ધર્મ છોડ્યો નથી. કરોડોનું ધન જતું કર્યું પણ ધર્મ જતો કર્યો નથી, તેથી તમારો વિજય થયો છે ને મારી હાર થઈ છે. તમને કોટી કોટી ધન્યવાદ! લાખ લાખ વંદન ! હવે આપ આપના ગામમાં પાછા જાઓ. આપની જે સંપત્તિ ગઈ છે તે બધી પાછી મળી જશે.
ગઈ સંપદા સભી મિલેગી, અધિક ભરૂં ભંડાર,
ઔર જે ચાહિયે તે તુમ માંગે, મેં હરદમ તૈયાર, દેવ શેડને કહે છે આપ વસંતપુર નગરમાં સુખેથી પધારો. આપની જેટલી લક્ષ્મી ગઈ