________________
૩૪
શારદા રેને
કારતક વદ ૧ ને ગુરુવાર
તા. ૧૧-૧૧-૮૧ અધુરું રહેલું ચરિત્ર શેઠાણી તારામતીના કેવા કર્મને ઉદય થયો કે જેની સેવામાં અનેક કરચાકરે હાજર હતા તેને આજે ઉપાશ્રયમાં નોકરી કરવાને પ્રસંગ આવ્યો, છતાં ધર્મને સમજેલા શેઠાણી દુઃખમાં પણ સુખ માનીને રહેવા લાગ્યા. એ રીતે ૧૨ વર્ષો ત્યાં વિતાવ્યા. ૧૨ વર્ષોમાં તે ત્યાં બધાની સાથે ખૂબ હળીમળી ગઈ. હવે ત્યાં શું બન્યું ? એકવાર તે ગામમાં જે સાધ્વીજીઓનું ચાતુર્માસ હતું તે સતીજીના ગુરૂદેવ મહામુનિ ધર્મવીર અણગારનું ચાતુર્માસ ભીમપુરમાં હતું. તેથી પર્યુષણ પછી શ્રી સંઘ ગુરૂદેવના દર્શન માટે ભીમપુર જવા નીકળે. તારામતી પર બધા ભાઈ બહેનોને સ્નેહ, લાગણી ખૂબ હતી તેથી તેને પણ સંઘમાં સાથે લઈ ગયા.
આ બાજુ સાગરદત્ત શેઠ, ગુણદત્ત અને ગુણચંદ્ર બધા રાજ્યના મહાન સુખે ભેગવે છે પણ ધર્મને ભૂલ્યા નથી. રોજ એક સામાયિક કર્યા વિના રાજદરબારમાં જતાં નથી. રોજ સવારમાં ઉઠીને સંતના દર્શન કરવા જાય, તેમના મુખેથી વીતરાગ વાણી સાંભળે અને જીવનને પવિત્ર બનાવે. એક દિવસ જ્ઞાનપંચમીને માટે ઉત્સવ હતે. સાગરદત્ત શેઠ, ગુણદત્ત અને ગુણચંદ્ર તથા તેમની પત્નીઓ બધા વ્યાખ્યાનમાં ગયા. આ બાજુ શેઠાણું પણ શ્રી સંઘની સાથે વ્યાખ્યાનમાં આવ્યા. તારામતીને ખબર નથી કે મારે દીકરો આ ગામને રાજા છે. મારા પતિ અહીંયા છે. તે તે પોતાના સંઘની સાથે વ્યાખ્યાનમાં બેઠી છે. ગુરૂદેવે પોતાની પ્રવચન ધારા શરૂ કરી. વ્યાખ્યાન પૂરું થયા બાદ શ્રોતાઓ વિખરાઈ ગયા. ગુણદત્ત રાજાને ખબર પડી કે ગુરૂદેવ ચાર જ્ઞાનના ધારક છે તે હું તેમને પ્રશ્ન પૂછું. ગુરૂદેવને વંદન કરીને રાજાએ પૂછયું, ગુરૂદેવ ! આપ કૃપા કરીને મને કહો કે મારી માતા અત્યારે કયાં છે? તે સુખમાં છે કે દુઃખમાં ? તેણે કેવા દુઃખ વેઠયા? તે હવે મને કયારે મળશે?
ગુરૂદેવ કહે રાજન્ , કર્મોકી માર હૈ
માતા તેરી બેઠી, ઇસ સભાકે મંજાર હૈ ગુરૂદેવે કહ્યું–રાજન ! તારી માતાએ ઘણું દુઃખ વેઠયા છે. તેણે કર્મોને માર ઘણું સહ્યા છે. એ તારી માતા તને હવે બહુ અલ્પ સમયમાં મળશે. ગુરૂદેવ! માતાને મળવા હવે મારું મન અધીરું બન્યું છે. મને એ માતાની યાદ ખૂબ સતાવી રહી છે. આપ જલ્દી કહો કે એ કયારે અને કયા સ્થાને મને મળશે ? ગુરુદેવે કહ્યું-તું અધીરો ન બન. એ તારી માતા તને આજે ને અત્યારે મળશે. શું કહે છે ગુરૂદેવ! મને અત્યારે જ મળશે ? હા, તે તે અત્યારે કયાં છે? રાજન ! તારે કયાંય શોધવા જવાની જરૂર નથી. તે આ સભામાં જ બેઠી છે. ગુરુદેવ! શું આપ સત્ય કહે છે ! હા. મહારાજા. આજે જે સંઘ દર્શન કરવા આવ્યું છે તે સંઘમાં તે ઉપાશ્રયમાં કામ કરે છે, તેથી સંઘની સાથે દર્શન કરવા આવી છે. આ વાત સાંભળતા પુત્રોના રોમેરોમમાં