________________
શોરઠ રમ
૯૩૩ પ્રથમવાર થઈ છે. તેમજ બીજી તપશ્ચર્યાઓ પણ અભૂતપૂર્વ થઈ છે, તે આપ બધા પર્યુષણમાં જોઈ શક્યા છે. તેમાં ચાતુર્માસના પ્રારંભથી મહાસતીજીએ મંગલ તપની આરાધના કરી બધાની ભાવનામાં ઉત્સાહની ભરતી લાવ્યા. ચાતુર્માસની શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી અમારો લંડ તપ-ત્યાગ અને ધર્મકરણીથી ગાજતો રહ્યો છે. આ બધો પ્રભાવ પૂ. શારદાબાઈ મહાસતીજીનો છે.
પુસ્તકના પ્રકાશનમાં પૂ. મહાસતીજીને વિરોધ હતો. તેમની ઈચ્છા પુસ્તક છપાવવાની જરાપણ ન હતી, પણ સંઘના અતિ આગ્રહથી તે કાર્ય કરવાનું શ્રી સંઘે નક્કી કર્યું, અને શ્રેતાઓએ પર્યુષણ આવતા પહેલાં તે દાનને પ્રવાહ વહાવી અમારી ઝોળી છલકાવી દીધી. પૂ. મહાસતીજી ચાર ચાર મહિનાના સંપર્ક બાદ વિહાર કરશે ત્યારે ભાઈ બેનોને કેટલું દુઃખ થશે તે અમે કલ્પી શકતા નથી. ધર્મકરણી કરવાનું, કડક નિયમોનું પાલન કરવાનું સૂચન અમને કોણ કરશે? ચાતુર્માસ તે જોતજોતામાં પૂર્ણ થઈ ગયું. પૂ. મહાસતીજીના અમારા શ્રી સંઘ પર મહાન ઉપકારો છે. આ ચાતુર્માસ સુંદર રીતે જાહોજલાલીપૂર્વક પૂર્ણ થયું, તેથી બધા આનંદ સાથે ગૌરવ અનુભવીએ, છીએ. ચાતુર્માસમાં અમારા થી સંઘના કાર્યકર્તાઓ તરફથી પૂમહાસતીજીની સેવા બજાવવામાં ઉણપ રહી ગઈ હોય તે સર્વ કાર્યકર્તા ભાઈ એ તરફથી તથા શ્રી સંઘના ભાઈ બહેન તરફથી અવિનય અશાતના થઈ હોય, કેઈ મહાસતીજીનું મન દુભાયું હોય તે અંતઃકરણપૂર્વક ખમાવીએ છીએ. અંતમાં આપને ફરી ફરીને વિનંતિ કરું છું કે જ્યારે જ્યારે સંઘના ભાઈ બહેન ચાતુર્માસ લેવા આવે ત્યારે આપ અમારું લક્ષ જરૂર રાખશે. એ આશા સહિત વિરમું છું.
DEEEEEEEEETITI ITI III HiniiiiiiiiiiiiiE
# શારદા રત્ન ભાગ ૧-૨-૩ સમાપ્ત H
તા. ક–પૂ. મહાસતીજીએ વ્યાખ્યાન ચાર મહિના દરરોજ ફરમાવ્યા છે, પણ પુસ્તક ઘણું મોટું થઈ જવાથી ક્યાંક બબ્બે વ્યાખ્યાનને સાર ભેગો કરી એકેક વ્યાખ્યાનમાં લખે છે. શારદા રત્ન પુસ્તકમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી હોય તે વ્યાખ્યાનકારકની કે લખનારની નથી પણ મુદ્રણ દોષ છે, તો આ માટે વાચકોને વિનંતિ કરવામાં આવે છે કે આપને વ્યાખ્યાન છાપવામાં પ્રેસની કોઈ ભૂલ દેખાય તે શુદ્ધિપત્રકમાં જોશો, છતાં કઈ ભૂલ દેખાય તે સુધારીને વાંચવા વાચકોને નમ્ર વિનંતિ છે.