________________
શારદા રત્ન
૨૭
માતા પિતાનો પત્તો કેવી રીતે મેળવું ! વિચાર કરતાં કરતાં તેને એક ઉપાય જડ્યો. રાજાએ મંત્રીને બેલાવીને કહ્યું, મંત્રીજી! આપ એક તળાવ ખેદાવવાનું શરૂ કરે. એમાં ગામના કે બહારના જે કંઈ કામ માટે આવે તે બધાને કામ માટે રાખશો, કેઈને ના પાડશો નહિ અને જે આવે તે બધાના નામનું લીસ્ટ બનાવજે કે રોજ સાંજે તે લીસ્ટ મને બતાવી છે. આ કાર્ય કરાવવા પાછળ રાજાને મુખ્ય હેતુ પિતાને પત્તા મેળવવો છે. હવે સાગરદત્ત શેઠનું શું થયું તે આપણે વિચારીએ.
સાગરદત્ત શેઠે રાજાને લાડવા આપ્યા. તે લાડવા રાજાએ પિતાના બંને બાળકોને બોલાવીને ખવડાવ્યા. એક પુત્રને રડાવ્ય ખરો પણ તેના આંસુના મોતી બન્યા નહિ, તેથી રાજા તેમના પર કેપિત થઈ ગયા. શેઠને ધક્કો મારીને કાઢી મૂક્યા ને પછી શેઠના બંને પુત્રોને ફાંસીની શિક્ષા ફરમાવી. જ્યારે પુત્રોને ફાંસીના સ્થાને લઈ જાય છે ત્યારે શેઠ તેમની પાછળ જાય છે પણ તે ફસીનું સ્થાન પોતે જોઈ શકશે નહિ એમ માની પાછા વળ્યા. શેઠ ઘર તરફ આવતા હતા ત્યાં રસ્તામાં દેવ શેઠની પરીક્ષા કરવા આવ્યું. તે શેઠને કહે છે જુઓ, તમારા કેવા હાલ થઈ ગયા ! તમારા દીકરાને તો હમણાં ફાંસીની શિક્ષા થશે ને મરી જશે, માટે હજુ તને કહું છું કે તું કહી દે કે જૈન ધર્મ બેટ છે. શેઠ કહે છે તમને બોલતા શરમ નથી આવતી ? મૂર્ખ હું છું કે તું?, અરે, ખુદ ઈન્દ્રના ઈન્દ્ર આવે તે પણ મને ડગાવી શકશે નહિ. ધર્મશ્રદ્ધા કેટલી અડગ! શેઠની વાત સાંભળી દેવને ગુસ્સો આવ્યો ને પોતાની શક્તિથી દેવે શેઠને ઉપાડીને જંગલમાં મૂકી દીધા. ક્યાં પત્ની ! કયાં બાળકો અને ક્યાં શેઠ! બધા અલગ અલગ થઈ ગયા. શેઠ તો જંગલમાં સાવ એકલા છે. ત્યાં કેણુ તેમનું છે? શેઠ તે એ જ વિચારે છે કે દુઃખમાં નવકારમંત્રનું શરણું એ જ સાચું સુખદાયી છે. નવકારમંત્રના પ્રભાવે ગમે તેવા લખ પણ ચાલ્યા જાય છે એમ વિચારી તેમણે નવકારનું સ્મરણ કર્યું.
પુત્રોને પિતા મળતાં થયેલો આનંદ -નવકારમંત્રના પ્રભાવે શેઠને એક મહાન તપસ્વી સંત મહાત્મા મળી ગયા. શેઠ તેમની પાસે રહીને ધર્મધ્યાન કરવા લાગ્યા. જંગલમાં જે વનફળ મળે તે ખાઈને પોતાનું જીવન નભાવતા. આવા જંગલમાં પણ શેઠ તે એ વિચાર કરે છે કે મારા પાપના ઉદયમાં પણ થોડું પુણ્ય હશે એટલે જંગલમાં પણ મને સંત મળ્યા. તે તે ત્યાં પ્રસન્ન ચિત્તે આનંદથી દિવસો વીતાવવા લાગ્યા. આ રીતે શેઠે જંગલમાં બાર વર્ષ વીતાવ્યા. ત્યાં અચાનક સંત કાળધર્મ પામી ગયા, તેથી શેઠને આઘાત લાગે, એટલે શેઠે તે જંગલ છોડી દીધું ને પછી પોતાની આજીવિકા માટે કામ શોધવા ફરવા લાગ્યા. ફરતા ફરતા શેઠ તે ભીમપુર નગરમાં આવ્યા. કહેવાય છે કે શુદ્ધ હૃદયથી, શુદ્ધ ભાવથી જેને યાદ કરીએ તે કદાચ હજારો માઈલ દૂર હોય તે પણ ત્યાં આવી જાય છે, તેમ અહીંયા પણ ગુણદત્ત રાજાને સ્વપ્ન આવ્યું. પિતાને મળવાની લગની લાગી ને પિતા ત્યાં આવી ચડ્યા. આ સાગરદત્ત શેઠ અહીંયા કામ માટે શોધ કરે છે ત્યાં કેઈએ કહ્યું, અમારા મહારાજા એક તળાવ ખેદાવે છે, તેમાં