________________
શારદા રત્ન
૯૨૫ પત્નીની પવિત્ર ફરજ છે, પણ મયણરેહાને ઈતિહાસ એનાથી આગળ વધીને પત્નીનું વિશેષ કર્તવ્ય સમજાવે છે. તે કર્તવ્ય એ છે કે ધર્મપત્ની બની પતિનું કલ્યાણ કેમ થાય, ધર્મધ્યાનમાં વધુ જોડાય એવી શુભ ભાવના રાખી તેમને તે રીતે સહાય કરવી અને કદાચ પોતાની હયાતિમાં પતિનું મૃત્યુ થાય તે તેમનું મૃત્યુ, મહોત્સવ રૂપ બનાવવું, એ પતિવ્રતા સ્ત્રીની પવિત્ર ફરજ છે.
(૩) સત્સંગ જીવનમાં શું કામ કરે છે? મયણરેહાને જોતાં મણિપ્રભ વિદ્યાધરની કુદષ્ટિ થઈ પણ મહાત્મા મણિચુડના દર્શનથી અને તેમની હૃદયવેધક વાણીથી તેની દષ્ટિ સુધરી ગઈ અને મણિપ્રભ મયણરેહાને બહેન કહીને તેના ચરણમાં પડયે ને પોતાની ભૂલની માફી માંગી, તેમજ સતી મયણરેહા સાધ્વીજીના પ્રભાવે જે બે સગા ભાઈ હોવા છતાં એકબીજાને ઓળખતા ન હતા અને તેથી એક હાથીના કારણે લડાઈ કરવા તૈયાર થયા હતા તે પડદો ખુલી ગયે. બે ભાઈ એક બીજાને ભેટી પડયા. ખૂનખાર લડાઈ થતી અટકી ગઈ એટલું જ નહિ પણ ચન્દ્રયશે નમિકુમારને રાજ્ય સેંપી દીક્ષા લીધી. સત્સંગને કે અજબ ગજબને પ્રભાવ છે !
(૪) સતી મયણરેહાની શીલમાં કેટલી દઢતા! તે મણિરથના પંજામાં તે ફસાઈ : નહિ. પિતાના પતિનું હજુ શબ ઉપડવું નથી, છતાં શીલ સાચવવા ત્યાંથી ભાગી છૂટી. અધાર વનવગડામાં એકલી છતાં તેની પૈર્યતા, ક્ષમા કેટલી ! હાથીએ સૂંઢમાં પકડ્ડને ઊંચે ઉછાળી છતાં મનમાં નવકાર મંત્રનું સ્મરણ ભૂલી નહિ, પછી મણિપ્રભ વિદ્યાધરના પંજામાં ફસાણી. તે સતીએ વિધાધરને નંદીશ્વર દ્વીપે દર્શનના નિમિત્તે ગુરુદેવને સત્સંગ કરાવી તેની વિષયવાસના દૂર કરાવી. શીલ સાચવવા માટે કેટલી મક્કમતા! અરે, તેની નિર્વિકાર ભાવના તે કેટલી બધી કે પિતાના પતિ દેવ થયા છે તે પોતાની પાસે આવીને તેના ચરણમાં વંદન કરી પ્રશંસા કરે છે, અને છેવટે સતીના કહેવાથી દેવ પિતાના વિમાનમાં બેસાડી મિથિલા લઈ જાય છે, છતાં ઉંચી દષ્ટિ પણ કરતી નથી કે વિમાન સામું પણ જતી નથી. ધન્ય છે ધન્ય છે એ સતીને!
(૫) માણસનું પુણ્ય હેય તે પથરો ફેંકે તે ફૂલ થઈ જાય. નમિરાજનો જન્મ જંગલમાં થયે, તેને ઝાડની ડાળીએ બાંધીને મયણરેહા સ્નાન કરવા ગઈ, ત્યાં હાથીએ સૂઢમાં પકડીને ઉછાળી પણ પાછળથી પદ્મરથ રાજા આવ્યા ને નમિને લઈ ગયા અને પિતાના પુત્ર સમાન ગણીને લાડકોડથી પાલન પોષણ કર્યું.
. (૬) સારા અથવા ખરાબ કામને બદલો મળ્યા સિવાય રહેતો નથી. જેને અપરાધ કર્યો હોય તે કદાચ દયાળુ હોય તે કંઈ ન કરે, પણ કર્મ તો તેને બદલે અપાવ્યા વિના રહેતું નથી. મણિરથ યુગબાહુને મારીને છાની-છૂપી રીતે ભાગવા જાય છે પણ રસ્તામાં તે પકડાઈ ગયે અને સર્ષડંશ થવાથી તેનું મૃત્યુ થયું.
(૭) ઘણું લેકેને એક દિવસ, એક કલાક, એક મિનિટની કિંમત હતી નથી પણ ભયંકર યુદ્ધમાં ઉતરવા તૈયાર થયેલા નમિરાજ અને ચંદ્રયશ વચ્ચે પ્રેમનું આલિંગન