________________
શારદા રત્ન મેં જીવનમાં મારી જાતને લૂંટાવી છે પણ નીતિને લૂંટાવા દીધી નથી. નીતિમય જીવન જીવતાં મારું જીવન ધન્ય બનશે ને મારુ મૃત્યુ પણ મંગલમય બનશે. મારે બીજું કાંઈ જોઈતું ન હતું. મારો સ્વાર્થ આટલે હતા. લૂંટ, જુઠ અને અનીતિથી મળતું જીવન મઝાનું સરસ હોય તે પણ અમને મંજુર નથી. લેભ, લાલચ, લૂંટ અને લાચારી સાથે મળતું જીવન મજશેખભર્યું અને સુખસગવડથી છલકતું હોય તે પણ અમને ખપતું નથી. ભારતની આર્ય સંસ્કૃતિ આવી હતી, અને આજે? પરધન પથ્થર સમાન કે ઘર સમાન ? કયાં ભારતની પહેલાની સંસ્કૃતિ અને કયાં આજની વિકૃતિ ! આ ખેડૂત ઝુંપડીમાં રહે છે છતાં તેની નીતિ કેટલી ચેખી છે. તે કહે છે, તમે જે ખેતરને લૂંટવાની માંગણી કરી એ ખેતર મારું ન હતું, પાડોશીનું હતું. હું પાસે રહીને પાડોશીના ખેતરને લૂંટાવવાનું કામ શી રીતે કરી શકું? તેને આ વાતની ખબર પડે ને પિતાનું લીલુંછમ ખેતર સાવ ઉજજડ દેખે તો એને કેટલો આઘાત લાગે? અરે, આઘાતમાં પ્રાણ ચાલ્યા જાય, માટે હું તમને અહીં લઈ આવ્યો છું.
અને ખી અર્પણુતા –ખેડૂતની વાત સાંભળી સૈનિકના મનમાં થયું કે શું ખેડૂતનું નૈતિક–પ્રમાણિક જીવન છે. જે ધરતીને ખેડૂત આટલો બધો નીતિવાન, પ્રમાણિક અને અર્પણુતા યુક્ત હોય એ ધરતીને કેવી રીતે જીતી શકાય? આ ધરતીનું સત્ શું એના રાજાને લુંટાવા દેશે? સૈનિકોએ આવીને બાદશાહને વાત કરી. અમે મનુષ્ય છીએ ને એ ખેડૂત પણ મનુષ્ય છે, પણ એ બધાથી સાવ જુદો છે. તેના ખેતરમાં તેની આજીવિકા પૂરતા ચણ હતા છતાં બધા ચણું અમને લઈ લેવા દીધા પણ બીજાનું ખેતર લૂંટવા ન લીધું. તેના બધા ચણું અમે લઈ લીધા છતાં તેના મુખ પર નામ માત્ર ખેદ નહિ આપ રાજપાટ ભેગો છો, કેટલા રાજ્યના ધણી છો, કેટલા રાજ્ય પર તમારી સત્તા ચાલે છે, આપને ત્યાં સેનાના ગંજ પડયા છે, હીરા-માણેક આદિ ઝવેરાતથી ભંડાર ભરપૂર ભર્યા છે, તમારી સાત પેઢી ખાય, એટલી મિલ્કત આપને ત્યાં છે, છતાં બીજા રાજ્ય મેળવવા માટે લૂંટ ચલાવવા જાવ છો ? ખેડૂતનું ઘર તે નાની શી ઝુંપડી છે, છતાં પ્રમાણિકતા, અર્પણતા કેટલી છે ! આપણે આર્ય સંસ્કૃતિ લેવાની નથી પણ દેવાની છે.
નમિરાજાને ત્યાં કેટલો વૈભવ હતે. તમારા સંસારના જેટલા સુખે કહે તે બધા તેમની પાસે હતા, છતાં લાત મારીને નીકળી ગયા, અને તમને બધા ભમરા વળગી પડ્યા છે. કેમ ખરું ને? (હસાહસ) છતાં બહાર નીકળવાનું કે છોડવાનું મન થતું નથી. નમિરાજની દેહદૃષ્ટિ છૂટી ગઈ છે ને આત્મદષ્ટિ ખુલી ગઈ છે. પરીક્ષામાં વિદ્યાથી પરીક્ષા આપતો હોય છે, તે પેપર લખતો હોય છે. સુપરવાઈઝર તે ત્યારે ઉભા ઉભા જોયા કરે છે, કેઈ ચેરી ન કરે તેનું ધ્યાન રાખે છે, તેમ આત્મા સુપરવાઈઝર છે અને શરીર એ વિદ્યાર્થી છે. આત્માએ તે સુપરવાઈઝરની માફક શરીર તરફ જોયા કરવાનું પણ એના પ્રત્યે રાગ કે મેહ રાખી તેમાં ફસાવાનું નહિ. ચણ લેવા ગયેલા સૈનિકે એ રાજાને આવીને વાત કરી કે શી ખેડૂતની પ્રમાણિકતા છે! શી તેની દેવાની ભાવના છે! પોતાનું