________________
૮૮૬
શારદા રત્ન મૌન રહેલી શુભમતિએ મીઠી ભાષામાં કહ્યું-પિતાજી! મારે વૈદની જરૂર નથી. આ તે શરદી થઈ ગઈ છે તેથી તાવ આવી ગયો. થોડી વાર આરામ કરીશ એટલે સારુ થઈ જશે. આપ મારી ચિંતા કરશો નહિ, છતાં શેઠે કુમુદને દવા લેવા મોકલી. હવે રસોડામાં શુભમતિ સિવાય બીજુ કાઈ ન હતું.
શુભાને પિતાની બનાવવા તરકીબ ઘડતા શેઠ-શુભાને એકલી જોઈને શેઠ કહે છે શુભા! આપણું ઘરમાં ધનના ભંડાર ભરપૂર ભર્યા છે. નોકરચાકરો બધા ખડાપગે રહે છે, છતાં તમારું શરીર દિવસે દિવસે કેમ દુર્બળ બનતું જાય છે? તમને શી ચિંતા છે? આપણે ત્યાં ખાનપાનમાં કંઈ ન્યૂનતા નથી. તમને તમારા માતા પિતા યાદ આવ્યા હોય તો થોડા દિવસ પિયર જઈ આવો, તેથી મન પ્રકુલિત બને. ચિંતા બહુ ખરાબ છે. તે જીવનના ઉપવનને વેરાન બનાવી દે છે. ચિંતાયુક્ત માનવી જીવતો છતાં મરણ તુલ્ય છે, અને તે લાગે છે કે કિશોર તારા સ્પર્શથી રોગી બની ગયો, તેથી તારા પર કલંક ચઢયું છે. એ વાતની ચિંતા તને સતાવી રહી હશે? શેઠ આટલું બોલે છે છતાં શુભા એક શબ્દ ઉચ્ચારતી નથી કે ઉંચું જોતી નથી. શેઠ કહે હું એટલું કહું છું છતાં તું જવાબ આપતી નથી ને મૌન બેસી રહી છે. તું તે મારી દીકરી સમાન છે. તું તારા મનની વાતે કહીને તારા મનને ભાર ઓછો કર. પુત્રી જે પિતાને વાત નહિ કહે તે બીજા કોને કહેશે? તું કયાં સુધી સંકોચ રાખીશ ? તને અમારા તરફથી કઈ દુઃખ કે અગવડ તો નથી ને ? શેઠના આ શબ્દો સાંભળી શુભાના મનમાં થયું કે અરે, વાહ શે. વાહ ! સ્વાર્થની ખાતર તે અમારા જીવન દુ:ખમાં નાંખ્યા છે. મારા જીવન પર 63 સીતમ ગુજારી રહ્યા છે. મારા અંતરને દુઃખની અગ્નિમાં જલાવી રહ્યા છો. છતાં પૂછો છો કે તને શું દુખ છે ! “ આ કેવા પ્રકારની કપટબાજી!” મનમાં થયું કે હું 'સત્ય વાત કહી દઉં પણ થયું.નાના, હમણું બેલવામાં સાર નથી. શુભા ! કેટલી ગંભીર છે! શેઠ ગમે તેટલું બેલે છે પણ શુભા બોલવામાં ઉતાવળી થતી નથી. કહ્યું છે કે જે ઉતાવળા સે બાવરા, ધીરા સે ગંભીર ” કઈ પણ કાર્યમાં ઉતાવળું પગલું ભરવાથી પરિણામ સારું આવતું નથી. પાછળથી પસ્તાવાનો સમય આવે છે. એમ માનીને તે તે મૌન રહીને બધું સાંભળે છે.
શુભમતિને મનથી શેઠનું હૃદય વધુ દુઃખી બન્યું. શેઠ કહે છે દીકરી ! માતાપિતા સંતાનના સુખે સુખી અને દુઃખે દુઃખી હોય છે. માતા પિતા સંતાને માટે જે કાંઈ કરે છે તેમાં તેમની શુભ હિતની લાગણી હોય છે, છતાં જે કાંઈ દુઃખ આવે તે પછી પિતાના કર્મને દોષ, અમને ખબર હોત કે લગ્ન પછી તારા અને કિશોરના જીવનમાં આવી દુઃખદ ઘટના બનશે તો તારી સાથે કિશોરને પરણાવત નહિ. હવે મને ઘણો પસ્તાવો થાય છે. પણ હવે શું થાય? લગ્ન પછી તમે બંને દુઃખી છો. તું કિશોરથી ભાગતી ફરે છે, પણ કિશોરને તે તું જ ગમે છે.
તેરે સ્પર્શશે કિશોરકુમારકા, ગાયબ હૈ ગયા રૂપ, અસહ્ય પીડા હેને પર ભી, તુજે ભૂલે નહિ ક્ષણ વાર,