________________
શારદા રત્ન
૧૩
દુઃખ કયાંથી થાય? તેથી તે ઈન્દ્રની સામે પણ દઢ રહી શક્યા. નમિરાજની દઢતા જોઈ ઈદ્ધે છેવટે તેમના ચરણોમાં વંદન કર્યા. તેમના ગુણગ્રામ ગાયા. તેમની સ્તુતિ–ભક્તિ કરી. આજે તે ઘણી વાર જોવા મળે છે કે માનવીમાં કંઈ હોય નહિ ને બહારથી તેના ગુણ ગાતા હોય. આજે જ્યાં જુઓ ત્યાં ધનવાનના માન સન્માન થાય છે, તેમની પૂજા થાય છે. જેટલા ધનવાના માન છે તેટલા ધર્મિષ્ઠના માન નથી. કેઈ માણસ ધર્મિષ્ઠ, સદાચારી, સાધુ જેવું આદર્શ જીવન જીવતા હોય પણ જે ગરીબ હોય તે તેની કાંઈ કિંમત નહિ અને ધનવાન માણસ વ્યસની હોય છતાં એ પૂજાય છે.
નમિરાજમાં તો જેવું આચરણ એવી વાત છે. તે કેવું ઉત્તમ જીવન જીવ્યા હશે કે ઈન્ટે તેમની સ્તુતિ કરી, ગુણગ્રામ ગાયા. તેમને સમજાઈ ગયું કે ચારિત્ર એ મહાન છે. ધન્ય છે ધન્ય છે નમિરાજ તમને કે આટલા ભૌતિક સુખ મળવા છતાં તમે તેને ઠોકર મારીને ચાલી નીકળ્યા. આપે ચારિત્રને શ્રેષ્ઠ ગણ્યું. આ રીતે બન્ને રાજર્ષિની સ્તુતિ કરી, વંદન કર્યા, પછી શું કર્યું તે હવે બતાવે છે.
___ तो वन्दिउण पाए, चकं कुसलक्खणे मुणिवरस्स ।
___ आगासेणुप्पइओ, ललियचवल कुंडल तिरीडी ॥६०॥ ત્યાર પછી ચક અને અંકુશના ચિહ્નોથી યુક્ત મુનિના બંને ચરણોમાં વંદન કરીને અતિચંચળ, સુંદર કુંડલ અને મુકુટને ધારણ કરેલા ઈન્દ્ર આકાશમાર્ગથી પોતાના દેવલોકમાં ચાલ્યા ગયા.
જે મહાપુરૂષ હોય છે તેમના પગના તળીયે ધ્વજ, અંકુશ, ચક અને પદ્મ આદિના ઉત્તમ ચિહ્નો હોય છે, તથા આ ઉત્તમ લક્ષણોવાળા મહાપુરૂષની સેવાભક્તિ પણ ઉચ્ચ કોટીના ભવ્ય જેને પ્રાપ્ત થાય છે. ઈન્દ્ર નમિરાજની અંતરના પ્રેમથી, ઉરના ઉમળકાથી ભક્તિ કરી રહ્યા છે. મહાપુરૂષની ભક્તિ આપણા મહાન ભાગ્યદયે મળે છે. મહારાજા કુમારપાળના ગુરૂ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ હતા. કુમારપાળ રાજાની ગુરૂભક્તિ અજોડ હતી. શુદ્ધભાવે સંયમ પાળતા આયુષ્ય પૂર્ણ થતા હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા. આવા મહાન શાસનસમ્રાટ, ધર્મધુરંધર ગુરૂદેવની બેટ જૈન સમાજને બહુ વસમી લાગે છે. તેમના કાળધર્મના સમાચાર સાંભળતા સૌની આંખમાં આંસુ આવી ગયા. અરરર...શાસનના રત્ન, મહાનજ્ઞાની આચાર્ય ગુરૂદેવ શું ચાલ્યા ગયા? નાના મોટા સૌના દિલમાં આઘાત હતો. જે આદર્શ જીવન જીવી જાય છે ને જનતાને કલ્યાણની કેડીએ ચઢાવે છે, જેમણે માર્ગ ભૂલેલા જીને સાચો માર્ગ બતાવ્યો છે એવા આત્મા
જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેમની પાછળ દુનિયા આંસુ સારે છે. તે આત્મા તે હસતે હસતે જાય છે પણ તેમના ગુણ બધાને રડાવે છે. ' હેમચંદ્ર આચાર્યની જ્યારે પાલખી નીકળી ત્યારે તેમની મશાનયાત્રામાં હજારોની માનવમેદની ઉમટી હતી. બધામાં મોખરે ગુરૂભક્ત મહારાજા કુમારપાળ હતા. કુમારપાળ રાજા અઢાર દેશના માલિક હતા. પહેલા તેઓ જૈનધર્મ પામ્યા ન હતા. હેમચંદ્ર આચાર્યના સમાગમથી, તેમના સદુપદેશથી તેમણે જૈનધર્મ સ્વીકાર્યો અને સાચા જૈનધમી