________________
૯૧૨
શારદા રત્ન
વ્યાખ્યાન નં-૧૦૪ કારતક સુદ ૧૪ને મંગળવાર
તા. ૯-૧૧-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો ! મહાપુરૂષો ફરમાવે છે કે અનાદિકાળથી આત્મા નિજઘરને છોડીને પરઘરમાં ભટકે છે. આત્મા પર-વસ્તુઓ ઉપર મમત્વ કરી વિભાવ દશા વધારે જાય છે, પણ વસ્તુઓ પરનું મમત્વ અંતે આત્માને ભારે પડવાનું છે. બીજાના બંગલા જોઈ તેમાં ગમે તેટલું મમત્વ કરો પણ તેમાં મહાલવા ન મળે. તેને તમે પણ માને છે ને? તેમ જે બાગ બગીચા કે બંગલાને પોતાના માન્યા છે તેને પણ પર માનવા જેવા છે. બીજાના બંગલા જેમ તમારા નથી, તેમ જેને તમે તમારા માન્યા છે તે પણ તાત્વિક દૃષ્ટિએ તમારા નથી. તાત્ત્વિક દષ્ટિએ જ્યાં શરીર પણ આપણી માલિકીનું નથી ત્યાં કંચન, કામિની, ઘર વગેરે તે આપણું હોય જ કયાંથી? પુષ્પોમાં જે સુગંધ છે તે તેના ઘરની છે ત્યારે તમે માથાના વાળમાં જે નાંખો છો એ પરઘરની છે. એ સુગંધ પરઘરની હોવાથી સ્નાન કરે કે તરત જતી રહે છે. સુગંધી તેલ, અત્તર નાંખવાથી વાળ સુવાસિત બને પણ એ સુવાસ વાળના ઘરની નથી. ઘરની હોય તે જાય નહિ. આખા શરીરે ભલે અત્તર ચોપડે તે તે બે ઘડી સુગંધ આપશે, પણ અંતે તે શરીરમાંથી દુર્ગંધ છૂટે છે, કારણ કે દુર્ગધ એ શરીરના ઘરની વસ્તુ છે, ત્યારે સુગંધ એ પરઘરની ઉછીની વસ્તુ છે. આ શરીર તો એવું દુર્ગધમય છે કે સુગંધમય વસ્તુઓને પણ દુર્ગધમય બનાવી દે. એના ઉપર ગમે તેટલા વિલેપન કરો તે કે પણ એ પોતાને સ્વભાવ ન છોડે. આ ન્યાય પરથી સમજાય છે કે ઘરનું હોય એ જાય નહિ ને પરઘરનું હોય તે રહે નહિ.
જેટલું પરઘરનું છે તેના ઉપરનું મમત્વ તદ્દન ખોટું છે. જે વસ્તુ માલિકીની હોય તેના પરનું મમત્વ હજુ ઠીક ગણાય, પણ ઉછીની વસ્તુઓ પરનું મમત્વ અંતે મારનારું છે. આત્માને શુદ્ધ સ્વભાવ એ આત્માના ઘરનો છે. એક વાર જો પ્રગટી જાય એ પ્રગટ્યા પછી કઈ કાળે પાછા ન દબાઈ જાય. આત્મામાં રાગ દ્વેષાદિ જે દેખાય છે તે બધા કર્મ - ગના નિમિત્તે આત્મામાં જન્મતા વિકારી ભાવે છે. કર્મ સંગે દૂર થતાં તે દૂર થઈ જાય છે. પાણી અને સાબુને ગ્રેગ થતાં વસ્ત્રને મેલ નીકળી જાય છે ને વસ્ત્ર વસ્ત્રના સ્વરૂપમાં આવી જાય છે. મેલ એ ઘરની વસ્તુ ન હતી તે નીકળી ગયો તેમ આત્મામાં જે રાગ-દ્વેષાદિ છે તે આત્માના ઘરના નથી પણ કર્મના ઘરના છે, તેથી નીકળી જાય છે અને આત્મા શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરે છે.
જેમને આત્માની સ્વભાવ દશાનું ભાન થઈ ગયું છે એવા નમિરાજર્ષિએ બધી પર વસ્તુઓ ઉપરથી મમત્વ હઠાવી લીધું અને આત્માની અખંડ જ્યોત પ્રાપ્ત કરવા સંયમ માર્ગે પ્રયાણ કર્યું. જ્યાં મમત્વ છે ત્યાં દુઃખ છે અને સમત્વ છે ત્યાં સુખ છે. ઈન્ડે મિથિલા બળતી બતાવી, પોતાના પરિવારનું કરૂણ રૂદન વગેરે દયે બતાવ્યાં કે જે જોતાં સાંભળતાં દુઃખ થાય, પણ નમિરાજને કઈ વસ્તુ પ્રત્યે મમત્વ હતું નહિ, તેથી