Book Title: Sharda Ratna
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 1015
________________ શારદા રત્ન આ બાજુ લક્ષ્મીદત્ત શેઠે ગુણદત્ત મહારાજાના સ્વાગતની તૈયારીઓ કરવા માંડી. એમના મનમાં તો આનંદ સમાતો નથી. હવે મારું કાર્ય સિદ્ધ થશે. રાજા શુભાને દમદાટી દેશે, ધમકી આપશે અને નહિ માને તે જેલમાં પૂરશે, ત્યારે તે પગે લાગીને કિશોરને સ્વીકાર કરશે ને? શેઠે નોકરોને ઓર્ડર આપી દીધું. આપ મહેલને સુંદર શણગારો, રંગોળી પૂરો, મહેલમાં રેશની કરો ને મહેલ ઝાકઝમાળ બનાવી દો. શેઠને ઓર્ડર થતાં મહેલ શણગારાઈ ગયો. રાજાને બેસવાના સ્થાને ગુણચંદ્રને માર મારીને રડાવીને મેળવેલા આંસુના મેતીના ઝુમ્મર બનાવીને લટકાવ્યા. શુભાને ખબર પડી કે મહારાજા પધારવાના છે તેથી તે પણ મહેલ શણગારવા લાગી. શેઠ સમજે છે કે રાજા આવશે એટલે શુભાને પાવર ઉતરી જશે. શુભા સમજે છે કે હવે મારા જીવનમાં નવો પ્રકાશ આવશે. હું અને મારા પતિ ગુણચંદ્ર બંને શેઠના કારાવાસમાંથી મુક્ત બનીશું. એને એ આનંદ છે. શુભાને સમજાવવા રાજાનું આગમન”:-નકકી કરેલા દિવસે મહારાજા પરિવાર સહિત શેઠને ત્યાં પધાર્યા. શેઠે તેમનું ખૂબ સત્કાર–સન્માન કર્યું. થોડી વાર પછી શેઠે રાજાને જમવા બેસાડયા. શેઠ શુભા પ્રત્યેનો પ્રેમ બતાવવા શુભાશુભાકરે છે. બેટા શુભા! બહાર આવ. તેં રસોઈ બનાવી છે તે તું પીરસવા આવ. શુભા મર્યાદા સાચવીને ઘૂંઘટ કાઢી પીરસવા આવી. રાજા ખૂબ બુદ્ધિશાળી છે. શુભાને જોઈ ને તેમના મનમાં થયું કે શું એની ચાલ છે! શું એની બલવાની મીઠાશ છે! એનું કામકાજ પણ કેવું ગુણભર્યું દેખાય છે આ છોકરી શું એવી હોય ! રાજા જમીને સિંહાસને બેઠા., પછી પૂછયું, શેઠ ! કહો, શું દુઃખ છે? શી મૂંઝવણ છે? ઓ દીનાનાથ ! નૅધારાના આધાર ! અનાથના નાથ ! આપને પગે પડીને કરજેડીને કહું છું કે આપ મારી શુભાને સમજાવે. શેઠજી! પણ પહેલા આપને પુત્ર તો બતાવે. મહારાજા ! એ બતાવાય એ નથી. કેમ એમ ? તેના કાન, નાક ખરી ગયા છે, તેના લેહી પરૂની દુર્ગધ ઉડે છે. આપ તે દુર્ગધ સહી શકશે નહિ. રાજા કહે, હું બધું સહન કરીશ, પણ આપ દીકરાને અહીં તો લાવો. શેઠે કિશોરને બોલાવ્યો. રોજાને વિચાર થયો કે તેના સામું જોવાતું નથી, પછી આ શુભા એને કેવી રીતે ચાલે? ના..ના.ગમે તેમ હોય પણ પતિની સેવા તે કરવી જોઈએ ને ? રાજા કહે છે શેઠજી! આપ સત્ય વાત કહો છો કે પુત્રવધૂના સ્પર્શથી તેને આ રોગ થયો છે? હા, મહારાજા ! પરણ્યાની પ્રથમ રાત્રે તેને સ્પર્શ થતાં મારો દેવરૂપ જેવો છોકરો આવો થઈ ગયો. રાજા કહે, આપ શુભાને બોલાવે. શુભમતિ આવીને રાજાના ચરણમાં નમીને ઉભી રહી. શુભાને જોતાં રાજા કહે છે શેઠ! તમારી પુત્રવધૂ તે કુળદેવી જેવી લાગે છે. છતાં શુભાને કહે છે કે તમારી લાજ મર્યાદા દૂર કરે. હું તમારો બાપ છું ને તું મારી દીકરી છે. હું કયારે પણ પરસ્ત્રીને સામું જોતો નથી, માટે તું મારો ભય ન રાખીશ.

Loading...

Page Navigation
1 ... 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042 1043 1044 1045 1046 1047 1048 1049 1050 1051 1052 1053 1054 1055 1056 1057 1058