________________
શારદા રત્ન
૯૧૯
પદવી અપાવી, પછી શુભમતિને કહે છે શુભા! મેં તને બહુ દુઃખ આપ્યું છે. તારા પર બેટા કલંક ચઢાવ્યા છે. મારા અપરાધની મને ક્ષમા આપ. શુભા કહે, પિતાજી ! આપને દોષ નથી. દેષ મારા કર્મને છે. મારે આપને માફી આપવાની ન હોય.
કે અજબ ભ્રાતૃપ્રેમ – ગુણદત્ત રાજાને ભાઈ મળે અને શુભાને પિતાને પતિ મળ્યો તેથી બધાને આનંદ આનંદ છે. ગુણદત્ત ગુણચંદ્રને હાથીના હોદ્દે બેસાડીને વાજતે ગાજતે રાજદરબારમાં લઈ ગયા. રાજાએ ભાઈ મળ્યાની ખુશાલીમાં અઠ્ઠાઈ મહોત્સવ ઉજવ્ય, તેથી ગામમાં બધાને ખબર પડી ગઈ કે આપણા મહારાજા તેમના ભાઈની શોધ કરતા હતા તે ભાઈ મળી ગયા. તેની આંખના આંસુ પડે તે મોતી બને છે. જેના માટે આપણા રાજાએ અત્યાર સુધી લગ્ન કર્યા ન હતા તે ભાઈ મળી ગયો. કેવો અજબ ભ્રાતૃપ્રેમ ! બંને ભાઈઓ ભેગા થયા પછી એકબીજાને તેમની કહાની છે છે. ગુણચંદ્ર કહે-ભાઈ હું તને ઝાડની ડાળીએ બાંધીને ગયા હતા તે પછી શું થયું ને તમે રાજ્ય કેવી રીતે મેળવ્યું ? ગુણદત્ત જે વાત બની હતી તે બધી કહી સંભળાવી. ગુણદત્તે ગુણચંદ્રને પૂછ્યું, વીરા ! આપણે રાત્રે જંગલમાં સૂતા હતા પછી શું બન્યું તેની મને ખબર નથી. તું કેવી રીતે આ શેઠના પંજામાં સપડાઈ ગયો? ગુણચંદ્ર પિતાની દુઃખદ કહાની કહી સંભળાવી. બંને ભાઈઓ સારી રીતે રાજ્ય ચલાવે છે. જાણે રામ-લક્ષમણની જેડી! ભાઈ મળ્યા પછી ગુણદત્ત સારી સુશીલ સંસ્કારી કન્યા સાથે લગ્ન કર્યા. બંને ભાઈઓ અને તેમની પત્નીઓ બધા આનંદથી રહે છે. બંને ભાઈ તે મળી ગયા પણ માતા પિતાનું શું થયું ? હવે માતા-પિતાને પત્તે કેવી રીતે મેળવશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૧૦૫ કારતક સુદ પુનમ ને બુધવાર
તા. ૧૦-૧૧-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણાસાગર ભગવતે જગતના છિના શ્રેય માટે આગમની પ્રરૂપણ કરી. આગમને સાર છે તપ અને જ૫. જેના
જીવનમાં તપ નથી, જપ નથી તેનું જીવન એ જીવન નથી. તપને અર્થ છે આત્માને તપાવ અને જપને અર્થ છે આત્મસ્વરૂપની ઓળખાણ કરવી. પહેલા તપ અને પછી સ્વરૂપને પ્રાપ્ત કરો. ભગવાન મહાવીર પ્રભુએ પહેલા તપથી આત્માને તપાવ્યો ને પછી તેમણે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું. ભક્તમાંથી ભગવાન એ રીતે બનાય છે. તપથી જીવન પવિત્ર થાય છે અને જપથી જીવન બળવાન બને છે. તનથી તપ કરો. અને મનથી જપ કરે. તપ અને જપ દ્વારા જીવન પૂર્ણ વિકાસને પામે છે. મેલા અને સ્વચ્છ કરવા સાબુ-પાણી બનેની જરૂર છે. એકલા પાણીથી કપડા સાફ નથી થતા કે એકલા સાબુથી પણ સાફ થતા નથી. બંનેના સાગથી વિશ્વની શુદ્ધિ થાય છે. આત્મા અનાદિકાળથી ક્રોધ, માન, માયા, લેભ અને કર્મના સંયોગથી મલીન બની ગયો છે, અપવિત્ર અને અશુદ્ધ બની ગયો છે. તેને