________________
શિારદા રત્ન
૯૭ તેમણે કહ્યું કે, હું તારી જીવન લીલાને સમાપ્ત કરવા આવ્યો છું. સતી ! હું અધમ-પાપી છું. આ પાપના ફળ હું ક્યાં જઈને ભોગવીશ? સતી! મને માફ કર. ત્યારે મેં કહ્યું, આપ એમ શા માટે બોલે છે ? ઘણું પૂછ્યું ત્યારે કહ્યું કે દેવી ! હું કિશોર નથી. હું લક્ષ્મદત્ત શેઠને પુત્ર નથી પણ હું તે તેમને બંદીવાન છું. તેઓ મને ભાડે પરણવા લાવ્યા છે. આ શેઠને એક પુત્ર છે તે કુષ્ઠ રોગી છે. માયાકપટ રચી તેની સગાઈ તે કરી પણ લગ્ન કરવા કેવી રીતે લઈ જવો? એટલે મને ભાડે પરણવા લાવ્યા છે. અહીંથી લઈ જઈને શેઠ મને ભેંયરામાં પૂરશે ને તારી સામે તેમનો કુષ્ઠી પુત્ર હાજર કરશે.
મોતીથી મટેલી મનની મૂંઝવણું -દેવી! મારા જેવો વિશ્વાસઘાતી બીજે કેણ હોય? હું તે આ પાપ કરવા તૈયાર ન હતો, પણ મૃત્યુના ભયથી હા પાડવી પડી. અરે ભગવાન ! મેં મૃત્યુને વહાલું કેમ ન કર્યું? તે આ પાપ મારે કરવું ન પડત ને ? આટલું બોલતા તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા. તે રડયા ત્યારે જે આંસુ પડયા તે મોતી બની ગયા, એ મોતીની મેં પિોટલી બાંધી છે. આ મોતી મને ભવિષ્યમાં પૂરાવા રૂપ બનશે એમ માનીને તે મતી હું સાથે લઈ આવી છું. શુભાએ તે પોટલી લાવીને રાજાને બતાવી. મોતી જેમાં રાજા ચમક્યા. આ મેતી બીજા કેઈના નહિ પણ ! મારા લાડીલા લઘુ બાંધવ ગુણચંદ્રના છે. જેનો પત્તો મેળવવા દેશોદેશમાં મારો રે : ફરી રહ્યો છે. બોલ, બેલ શુભા! તે કયાં છે ? તું મને જલ્દી કહે આ પાપી શેકે એને કયાં સંતાડ્યો છે?
ગુણચંદ્ર અબ કહાં બતાઓ, શેઠજી એ પૂછે ચૂં બોલે છે શેઠને હી ઉન કે કેડે મેં ડાલા, શેઠને ખૂબ કમાયે મોતી |
મહારાજા! આ શેઠની તો શી વાત કરું ? આ શેઠે એમને ભોંયરામાં પૂર્યા છે. તેના આંસુના મોતી મેળવવા માટે તેમને શેઠ હન્ટરના માર મારીને રડાવે છે ને તેના આંસુના મતી મેળવે છે. આ શેઠે તે ઘણું મોતી મેળવ્યા છે, પણ કઈ દિવસ પેટ ભરીને ખાવા આપ્યું નથી. રાજાજી! જોઈ લો, આપના ઉપર બાંધેલા આ મોતીના ઝુમ્મર. આ સાંભળતા રાજાને એકદમ ગુસ્સો આવી ગયો ને કહ્યું–આ દુષ્ટ શેઠને પકડે. ભોંયરું ખેલા ને ગુણચંદ્રને બહાર કાઢો. ગુણચંદ્ર તે બિચારો કેટલાય સમયથી ભોંયરામાં પડ્યો છે. જ્યાં ઘનઘોર અંધારૂં છે. સૂર્યને પ્રકાશ પણ જ્યાં જોવા ન મળે. રાજાની આજ્ઞા થતાં ભેંયરું ને ગુણચંદ્રને બહાર કાઢયો.
બે ભાઈનું મધુરં મિલન ? –ગુણચંદ્રને જોતાં જ ગુણદત્ત રાજા જલ્દી જઈને હર્ષભેર ભેટી પડ્યા. રામચંદ્રજી બાર વર્ષ વનવાસ ભોગવીને આવ્યા ને તેમને જતાં ભરત તેમને ભેટી પડ્યો ને જેવો આનંદ થયે તેવો આનંદ ગુણદત્ત અને ગુણચંદ્રને થ. બંને ભાઈ બાર વર્ષે મળ્યા. બંનેની આંખમાંથી હર્ષના આંસુ પડ્યા. ગુણદત્ત જે ભાઈ માટે હજુ લગ્ન કર્યા નથી, તેની પાછળ કેટલાં ગૂરતા હતા, તેમને પોતાને ભાઈ મળે પછી શું બાકી રહે ? ગુણચંદ્ર તે મેટાભાઈને વળગી પડ્યો. તેનું શરીર તે ખૂબ