Book Title: Sharda Ratna
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 1021
________________ ૯૧૬ શારદા રત્ન કરાયેલા મિરાજર્ષિ પિતાના આત્માને નમાવતા થકા ઘર અને વિદેહ દેશનું રાજ્ય છોડીને સંયમમાં પ્રતિષ્ઠિત થાય છે અર્થાત્ સંયમમાં દીક્ષિત થાય છે. ઈન્દ્ર જેવા ઈન્દ્ર પિતાને વંદન કરે છે છતાં મનમાં જરા પણ અભિમાન આવતું નથી. આજે તે માનવીને થોડું માન મળે ત્યાં “શેરી સાંકડી ને હું પહોળો” એવી દશા થાય છે. તમને ખબર પડી કે આજે ઈન્દીરા ગાંધી આવવાના છે ને તેમની બાજુમાં તમારી ખુરશી પડવાની છે, તે હજારોની માનવમેદનીમાં ધક્કામુક્કી કરીને પણ આગળ જશો. કદાચ કઈ કંઈક કહે છે કે રાખીને બેસશો કે મારે કાર્ડ આવ્યું છે ને ઈન્દીરા ગાંધીની બાજુમાં મારી ખુરશી પડવાની છે. ત્યાં માન આવી જાય કે હું કંઈક છું. જ્યારે અહીં તે રાજર્ષિને ઈદ્ર નમ્યા, તેમના ગુણગાન ગાયા, છતાં જરા પણ માન નથી આવતું. સાચા આત્માથી મહાન સાધકે કેઈ મોટા પુરૂષોની પ્રશંસાથી અભિમાનમાં તણાતા નથી પણ વધુ નમ્ર બનતા જાય છે. એ નમ્રતા તેમના ઉત્તરોત્તર વિકાસનો હેતુ છે. નમિરાજર્ષિએ પોતાના આત્માને નમાવ્યો. પાંચ ઈન્દ્રિયો અને મન પર વિજય મેળવ્યો ને કષાયોને પણ ઉપશાંત કરી. હવે તેમના જીવનમાં માત્ર એક મેક્ષની અભિલાષા છે. એવા નમિરાજે પોતાના મહેલને ત્યાગ કર્યો. વિદેહ દેશને-મિથિલા અને સુદર્શન નગરને ત્યાગ કર્યો અને સંયમ માર્ગમાં પ્રવૃત્ત થયા. નમિરાજર્ષિનું સંયમી જીવન સાધના પથમાં આગળ વધી રહ્યું. વિશુદ્ધ, નિર્મળ ચારિત્રનું પાલન કરતા થકા તે વિચારવા લાગ્યા. હવે છેલ્લી ગાથામાં શાસ્ત્રકારે બધાને શી શિખામણ આપી છે તે વાત અવસરે આ ચરિત્ર –લહમીદત્ત શેઠના મનમાં થયું કે શુભમતિ તે ધીરે ધીરે રાજાને બધું કહી રહી છે. જે સત્ય વાત કહી દેશે તે મારું પોકળ ખુલ્લું પડી જશે એટલે, રાજાને કહે છે, રાજાજી ! વહનું મગજ ચસ્કી ગયું લાગે છે. તે પાગલ જેવી બની ગઈ છે. પંચની સાક્ષીએ લગ્ન કર્યા એ વાત શું ખોટી હોય ? એની વાતને વિશ્વાસ કરશો નહિ. આપ બધી વાતને સંકેલી લે એટલે એનું મગજ શાંત થઈ જશે. શુભા કહે–પિતાજી! હું પાગલ નથી. મારું મગજ ઠેકાણે છે. શેઠને કહો કે તમે તમારું સંભાળો. હવે મારા ખે વધુ ન બોલાવે. રાજા કહે દીકરી ! સત્ય હોય તે તું કહી દે. પ્રપંચને પ્રગટ થયેલો પડદો –પિતાજી! સત્ય કહું છું કે પંચની સાક્ષીએ જેની સાથે મારા લગ્ન થયા છે તે મારા પતિ તે બંધનમાં પડ્યા છે. એ તે ખરેખર ઉત્તમ પુરૂષ છે. એમને તે દૈવી વરદાન છે. શુભા ! તે તું તારા પતિને ઓળખવાના કેઈ પૂરાવા આપે છે? હા, મહારાજા ! એ રડે છે ત્યારે એમના જે આંસુ પડે છે તેના મોતી બને છે. શુભા ! તું કેવી રીતે જાણે છે ? પિતાજી ! તેઓ જ્યારે પરણવા આવ્યા ત્યારે ખૂબ ઉદાસ હતા. તેમને ઉદાસ જોઈને મારા મનમાં થયું કે પરણવા આવનારના દિલમાં તે અપૂર્વ આનંદ હોય છે, પણ આ કેમ આટલા બધા ગમગીન દેખાય છે? શું હું તેમને નહિ ગમતી હોઉં ? તેમની ઉદાસીનતાનું કારણ જાણવા જાનીવાસે તેમને એકલા જોઈને હું તેમની પાસે ગઈ, અને ઉદાસીનતાનું કારણ પૂછયું, ઘણું પૂછયું ત્યારે

Loading...

Page Navigation
1 ... 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042 1043 1044 1045 1046 1047 1048 1049 1050 1051 1052 1053 1054 1055 1056 1057 1058