________________
૯૧૮
શારદા રત્ન સૂકાઈ ગયું છે. તેને જોતાં ગુણદત્તની આંખમાં આંસુ આવી ગયા. વીરા ! તે કેટલા દુઃખ વેઠયા ! હું આ જ ગામમાં રાજા હોવા છતાં તારે આટલા દુઃખ ભોગવવા પડ્યા ! હું તને બંધનમાંથી મુક્ત ન કરાવી શક્યો ને! એક જ ગામમાં એક ભાઈ રાજસુખ ભેગવે ને બીજો ભાઈ મહાન દુખ ભેગ. કર્મની કેવી વિચિત્રતા!
શૂળીને બદલે નગરશેઠની પદવી :-લક્ષમીદત્ત શેઠ તે બિચારા ધ્રુજવા લાગ્યા. ગભરાવા લાગ્યા. હવે મારું આવી બનશે. મને શી ખબર કે ગુણચંદ્ર આ રાજાને ભાઈ હશે ! ગુણદત્ત રાજા કહે--અરે દુશ્મન ! હું તારા ગામનો રાજા છું. મારા ગામમાં મારા ભાઈને આટલું બધું દુઃખ પડયું ! મારા ભાઈની દશા તે જે. અરે, દુષ્ટ શેઠ ! જે આ મોતીની નિશાની ન હોત તે હું એને ઓળખી શકત પણ નહિ. રાજાને તે ખૂબ ગુસ્સો આવ્યો. તેમને વટહુકમ છૂટો કે અહીં કોણ હાજર છે? જાવ, જઈને શેઠને પરિવાર સહિત પકડીને ફાંસીએ લઈ જાવ. તેમના મહેલ, ભંડારો બધું જપ્ત કરે. રાજાની આજ્ઞા થતાં બધે સીલ મરાઈ ગયા. રાજાના માણસ શેઠને લઈને જવાની તૈયારી કરે છે. શેઠ બધા રડે છે. બચાવો...બચાવોના પોકાર કરે છે. આ જોઈને ગુણચંદ્ર ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યો. ગુણદત્ત પૂછે છે, ભાઈ ! હવે તું શા માટે રડે છે? ગુણચંદ્ર કહે, ધિક્કાર છે મારા જીવનને ! મારા જીવનમાં ધૂળ પડી. મારા એક માટે આટલા બધાને . ફાંસી! મારે જીવવું નથી. અપરાધ તે માત્ર શેઠનો છે, પણ તેના સ્વજનેને ફાંસીની શિક્ષા શા માટે? એ બધા નિરપરાધી છે, એમને છોડી દે. ભાઈ ! શેઠે તને આટલું દુઃખ આપ્યું છતાં કોઈ સમજાવવા કેમ ન આવ્યા ? મોટાભાઈ! શેઠ સિવાય કઈ
આ વાત જાણતું નથી. શેઠ પણ મારા પરમ ઉપકારી છે. ભલે મને ભોંયરામાં પૂરી રાખ્યો. માર માર્યો છતાં મરાવી નાંખ્યો નથી. મને ખાવાપીવાનું આપી મારું રક્ષણ કર્યું છે. મને ભાડે પરણાવવા તે લઈ ગયા ને? મને પરણાવ્યા તે સારી કન્યા ઘરમાં આવી. એ ચારિત્રવાન કન્યાના પ્રતાપે આજે હું બંધનમાંથી છૂટયે, માટે એમને મારા પર મહાન ઉપકાર છે. તેમજ બાર બાર વર્ષે બંને ભાઈનું મિલન થયું છે તેની ખુશાલીમાં બધાની શિક્ષા માફ કરી દો.
અન્ન ખાયા ઈસકા મને. આજ મિલનકી ખુશી અતિ
ઈસ ખુશીમેં ઇસકે છોડો, દયા ઉર લાયે હે પ્રજાપતિ ભ્રાતૃ-મિલનના આનંદમાં બધાને છોડી મૂકો. તેમને લૂંટવાનું છોડી દે. સીલ માર્યા છે તે તોડી નાંખો. હે મહારાજા ! આપ બધા પર કરૂણું કરો અને શેઠને નગરશેઠની પદવી આપે. રાજાના મનમાં થયું કે શું મારા ભાઈની ભાવના છે! માર મરાવનારને પણ માફી આપી. શૂળીને બદલે નગરશેઠની પદવી અપાવી. ગુણદત્ત રાજાએ ગુણચંદ્ર કહ્યું તે પ્રમાણે બધાની શિક્ષા માફ કરી અને શેઠને નગર શેઠની પદવી આપી. લક્ષમીદત્ત શેઠ ગુણચંદ્રના ચરણમાં પડી ગયા ને પિતાના પાપની સાચા દિલે માફી માંગી. ભાઈ! મેં તને આટલું દુઃખ આપ્યું, છતાં તે મને બચાવ્યા. તે ઉપરાંત નગરશેઠની