________________
શારદા રત્ન
૯૦૯
બેઠેલા સૌ કાઇએ જોયા છે. કેવા દેવરૂપ જેવા દીકરા હતા, પણ પરણીને આવ્યા પછી પુત્રવધૂના સ્પર્શ માત્ર થયેા ત્યાં મારા વહાલ સાયા દીકરા રક્તકાઢીચેા બની ગયા. તેના શરીરમાંથી લેાહી પરૂના ઢગલા થાય છે. એની દુર્ગંધ એટલી મારે છે કે તમે એની પાસે ઉભા રહી ન શકેા. મારી પુત્રવધૂ દેખાવમાં તા ઘણી સુંદર છે, પણુ કાણુ જાણે એના સ્પર્શ માત્રથી મારા દીકરાની આ સ્થિતિ થઈ છે, છતાં પુત્રવધૂ અને ખેલાવતી નથી કે એના સાસુ દૃષ્ટિ પણ કરતી નથી. મારી આ સ્થિતિ થઈ છે. વહુને વગેાવવા કરતા કર્મોને વગેાવવા સારા. મારા દીકરાના કર્મો એવા હશે કે વહુ તેમાં નિમિત્ત બની. સાહેબ ! વહુ કિશોરની છાયા પણ લેતી નથી. તેને સમજાવવા ઘણાં પ્રયત્ના કર્યા પણ તે કિશોરને સ્વીકારવા તૈયાર નથી. હવે આપ જલ્દી મારા ઘેર પધારા ને મારું દુઃખ દૂર કરો. આપ પરમ દિવસે જરૂર પધારો. રાજા કહે, શેઠજી! મેં હજી સુધી આવી વાત સાંભળી નથી કે કેાઈના સ્પર્શથી કાઈ ને કાઢના રાગ થાય. હા, જેને આવા રોગ થયેા હાય એના ચેપ કદાચ લાગી જાય પણ જેનું શરીર નિરોગી છે, કાયા સારી છે તેના સ્પર્શથી ખીજાને રાગ થાય એ નવાઇની વાત છે, છતાં આપ કહેા છે તે આપના દુઃખને દૂર કરવું તે મારી ફરજ છે, માટે આપના આમંત્રણને માન આપી હું જરૂર આપના મહેલે આવીશ ને આપનું દુઃખ દૂર કરીશ.
સાથી શબ્દ સજેલી ભાઈની સ્મૃતિ ગુણદત્ત રાજા ન્યાય નીતિથી સુંદર રીતે રાજ્ય ચલાવી રહ્યા છે. તેમના યશ ચારે દિશામાં ફેલાયા છે. તેમના ગુણેાની પ્રશ સાની પરિમલ દૂર દૂર સુધી ફેલાઈ રહી છે. તેમનુ રાજ્ય એટલે જાણે રામરાજ્ય ન હાય ! એક દિવસ મત્રીજીએ રાજસભામાં કહ્યું, મહારાજા ! આપના રાજ્યમાં પ્રજા સંપૂર્ણ સુખી છે. પ્રજા આપને માટે એક આશા રાખે છે. મંત્રીજી! શી આશા છે ? મહારાજા ! આપની બાજુનું સિંહાસન ખાલી છે. હવે આપની ઉંમર વધતી જાય છે, માટે હવે આપ જલ્દી લગ્ન કરે.. સાથી વિના રાજમહેલ શૂનકાર દેખાય છે. સાથી શબ્દ સાંભળતા રાજાને પેાતાના ભાઈ યાદ આવી ગયા. અરે, કરાજા ! તેં અમને બંને ભાઈ ને કયાં વિખૂટા પડાવ્યા ! હુ તા રાજસુખમાં લહેર કરું છું, પણ મારા ભાઈ કેવા દુ:ખમાં હશે, એમ વિચાર કરતા તેમનું હૃદય ભરાઈ આવ્યું. આંખમાંથી આંસુની ધારા થઇ. મંત્રીજી પૂછે છે મહારાજા ! આપની આંખમાં આંસુ કેમ ? મંત્રીજી! મારે એક સગેા નાના ભાઈ છે. આપની વાત સાંભળતા મને મારા ભાઈ યાદ આવ્યા. કાં હશે એ મારા ભાઇ ? સુખમાં હશે કે દુઃખમાં ? તેના વગર બધા સુખ મને ફિક્કા લાગે છે. આપ ગમે ત્યાંથી એના પત્તો મેળવા, પછી હુ· લગ્ન કરીશ. મંત્રીજી! મારા મનમાં એક યુક્તિ સૂઝી આવી છે. આપ દેશોદેશમાં ઢંઢેરો પીટાવા.
સાગરદત્ત ચરિત્ર સુણાવે, ગુણચંદ્ર હાલ બતાયે ।
જો કથા યા સાંચી હસી, રાજાજી આધા રાજ્ય દેસી ૫
જે કાઈ મને સાગરદત્ત શેઠનુ ચરિત્ર સંભળાવશે અને ગુણચંદ્રના પત્તો મેળવી આપશે તેને રાજા અડધું રાજ્ય ઈ દશે. દેશોદેશમાં રાજાના ઢંઢેરા પીટાઇ રહ્યો છે,