________________
શારદા રે નિર્લોભતા એ ચારે આત્માના હિતકારી, નિઃસ્વાર્થી મિત્ર છે. આવા મિત્ર ભાગ્યશાળી, લઘુકમી જીવને મળે છે, માટે આપ વંદનીય અને પૂજનીય છે. પ્રતિવાદી પ્રશ્નો કરે ત્યારે તેના પ્રશ્નોમાં કયારેક કઠોરતા અને ધૃષ્ટતા આવી જાય છે તે અહીં ઈન્દ્રના કોઈ કઈ પ્રશ્નમાં જોવા મળે છે, પણ ઈન્દ્ર જેટલા પ્રશ્નો કર્યા તે બધાના ઉત્તર આપતા નમિરાજે પોતાની સરળતા, કોમળતા, ક્ષમા અને નિર્લોભતા આદિ ગુણેનો વિશિષ્ટ પરિચય કરાવ્યો છે. આ કારણથી ઈન્દ્ર તેના પર મુગ્ધ બની ગયા ને કહેવા લાગ્યા. હે મુનિ ! આપની સરળતા, કોમળતા, ક્ષમા અને નિર્લોભતા સર્વશ્રેષ્ઠ, સર્વસુંદર અને સર્વોત્તમ છે, કારણ કે મારા પ્રશ્નોના ઉત્તર આપતી વખતે આપનામાં જરા પણ કષાય આવી નથી. કષાય આવે તેવા બધા દો ખડા કર્યા, છતાં તે કષાય વિજેતા ! આપે આપના સદ્દગુણેને સાચવી રાખ્યા છે. આપે ક્રોધ-માન-માયા-લોભને જીત્યા છે. જે કષાયો પર વિજય મેળવે છે તેને શું લાભ થાય છે, તેનું ફળ શું મળે છે તે નમિરાજ હવે બતાવશે ને શું કહેશે તેના ભાવ અવસરે
ચરિત્રઃ શુભાની વાતો સાંભળીને શેઠ કહે છે શુભા ! તું જે શબ્દો બોલી રહી છે તે તારા મુખમાં શોભે છે ખરા ? શુભા કહે, પિતાજી! હું જે બોલું છું તે બધું વિચારીને સત્ય બોલું છું અને સત્ય રહેવાનું છે. આપે મને જે શિખામણ આપવી હોય તે આપ, પણ આપના પુત્રને સ્વીકારવાની વાત ભૂલી જાવ. એ વાત ત્રણ કાળમાં, બનવાની નથી. શેઠ તે ત્યાંથી ગયા. થોડીવારમાં પાછા આવ્યા ને કહે છે, શુભા ! તું ગમે તેમ બોલે છે. “સ્ત્રીની બુદ્ધિ તે પગની પાનીએ” હું મૂર્ખ નથી કે તું કહે કે હું તમારા દીકરાની વહુ નથી એ વાત સાચી માની લઉં. જ્યાં કિશોરની વહુ “શબ્દ” બેલે
ત્યાં શુભા બે કાનમાં આંગળી નાંખી દે. શુભાને એ શબ્દ સાંભળવો પણ ગમતો નથી. શેઠ કહે શુભમતિ ! તે તારા માતા પિતાને વિચાર કર્યો છે? તારા મા-બાપ કણ? તારું કુળ કોણ? હું સારો છું કે તારા માબાપને કહેવડાવતું નથી. તેઓ જાણે તો તેમને પણ એમ થાય કે શું મારી દીકરી આવી કુળબંપણ, કુળકલંકિની નીકળી ! હજુ તને કહું છું કે તું સમજી જા, તો તારા પિયરની ને સાસરાની આબરૂ, ઈજ્જત જળવાઈ રહે. તારું વચન આર્ય સંસ્કૃતિનું ખૂન કરનાર છે. યાદ રાખજે, દુનિયા એટલી બધી ઉદાર નથી કે તારી વાતને માની લે.
મેરી બાતકે સચ્ચ ન માને, કિસીકી પરવાહ નહિ,
મુઝે કિંમત હૈ મેરે વચનકી, વચન અણુમેલ રત્ન શુભા કહે છે દુનિયા મારી વાતને માને કે ન માને તેની મને પરવા નથી, મને મારા વચનની કિંમત છે. હું મારા વચનને સતીના વચનની જેમ પાળીશ. શેઠ સમજે છે કે આકાશ-પાતાળ એક થશે તે પણ શુભા ફરવાની નથી, છતાં કહે છે શુભા! મેં તને મારી પુત્રી સમાન માની છે. હજુ તું કાંઈક વિચાર કર. કિશોરનું જીવન તારા હાથમાં છે. વારંવાર એકની એક વાત સાંભળતા શુભાનું દિલ રડી ઉઠયું. અહા ભગવા ની