________________
શારા રેત્રે હું કેવી કમભાગી છું ! જ્યાં જાઉં ત્યાં દુઃખના ડુંગરો તૂટી પડે છે. મેં કેવા પાપ કર્યા હશે ! શુભા એમ વિચારી રહી છે ત્યાં જમવાને સમય થયો એટલે શુભા કહે, પિતાજી! આપ જમવા માટે પધારો. શુભા તે કેઈના પર રોષ રાખતી નથી. શેઠ કહે તું કિશોરને પતિ તરીકે સ્વીકાર તો હું જમીશ, નહિ તો મારે જમવું નથી. ન જમવું હોય તે સંથારો કરો, (હસાહસ) પણ હું કિશોરને પતિ તરીકે સ્વીકારવાની નથી. જે મારા પતિ છે જ નહિ તેને પતિ કહું જ કેવી રીતે ? તમે કહો કે કિશોર તારે ભાઈ છે તે હું ભાઈ ગણીને બધી સેવા કરવા તૈયાર છું. તેની બધી સેવા કરીશ પણ પતિ તરીકે તે નહિ જ. શેઠના મનમાં થયું કે હવે એને તે ધમકી આપવા જેવી છે. કઈ પણ હિસાબે શુભાને કિશોરને પતિ મનાવીને છૂટક કરીશ.
શુભમતિએ શેાધેલા સુંદર ઉપાય -શેઠ જમવા બેઠા. એક કેળિયે મેમાં મૂળે ત્યાં તેઓ રડવા લાગ્યા. શુભા તે આ શેઠનું કૃત્રિમ નાટક જોયા કરે છે. શુભા કહે, પિતાજી ! આપ શોક કરે છોડી દો. ભાગ્યની રમત પૂરી થતાં દુઃખ પણ સુખમાં ફેરવાઈ જશે. શુભા ! તું એ કોઈ ઉપાય બતાવ કે જેથી ઘરમાં સારું વાતાવરણ આનંદમય બની જાય. જ્યાં સુધી એ ન બને ત્યાં સુધી મારું હૈયું કરીને બેસી શકશે નહિ. શુભા કહે, બધાને દુઃખથી મુક્ત કરવા માટે મને એક ઉપાય સૂઝ છે. કો - ઉપાય ? શેઠને ઉપાય જાણવાની આતુરતા વધી. શુભમતિએ કહ્યું, ઉપાય છે પણ ભારે નહિ પડે ને ? તેની સાથે એક શરત છે. શુભા ! જે બધાના દુઃખ દૂર થતા હોય અને સુખને સાગર લહેરાતા હોય તો એક શરત નહિ પણ તું જે કહેશે તે કરવા તૈયાર છું. તું હવે મને ઉપાય જલદી કહે. હવે મને અધીરો ન બનાવ. પિતાજી ! મારી શરત સ્વીકારશે તે ખરાને ? જે તે કિશોરને સ્વીકારવા તૈયાર હોય તે મારે એક નહિ, અનેક શરત માન્ય છે. પિતાજી ! તમે આપણા મહારાજાને બોલાવો. તેઓ જે નક્કી કરશે તેમ કરવા હું તૈયાર છું, એ શરત તમને માન્ય છે ને ? શુભમતિ! તે સારે. ઉપાય શો. હું કાલે રાજાને આમંત્રણ આપવા જઈશ. શેઠના મનમાં એક વાત ગૂંથાયા કરે છે કે આ શરતમાં કોણ જીતશે ? છતાં મનમાં સંતોષ થયો.
રાજાને થયેલું અદભૂત આશ્ચર્ય –બીજે દિવસે લક્ષમીદત્ત શેઠ રાજ્યમાં જવા તૈયાર થયા. કચેરી ઠઠ ભરાણી છે, ત્યારે તે રૂમાલથી ઢાંકેલો થાળ લઈને ગયા. શેઠને જોતાં બધાને આશ્ચર્ય થયું કે આ કોણ હશે? જે કઈ દિવસ સભામાં આવતા નથી, તેથી બધાને નવાઈ લાગી. અરે....આ તે લહમીદત્ત શેઠ છે. એ તે ખૂબ લેભીયા ને કંજુસ છે. એવા શેઠ આજે ચાંદીના થાળમાં રાજાને શું આપવા આવ્યા હશે ? શું તેમની મતિ સુધરી ગઈ? ગુણદત્ત રાજાએ રૂમાલ ખોલીને થાળ જે, તે થાળમાં ઉત્તમ પ્રકારના મોતી છે. મોતી જોતાં રાજા નવાઈ પામ્યા. અહો ! આ તે કેવા ઉત્તમ અને સુંદર મોતી !આ મોતી કઈ રજવાડાનાકે શેઠના ઘરના નથી. મારા ખજાનામાં પણ આવા મેતી નથી. આ તે કઈ દૈવી મેતી લાગે છે. આવા મતી મેં ક્યાંય જોયા છે ખરા.