________________
શારદા રત્ના एवं अभित्थुगन्तो, रायरिसिं उत्तमाइ सद्धाए।
पयाहिणं करेन्तो, पुणो पुणो वन्दइ सको ॥ ५९॥ આ પ્રકારે ઉત્તમ શ્રદ્ધાથી રાજર્ષિની સ્તુતિ અને પ્રદક્ષિણ કરતા થકા ઈન્દ્ર તેમને વારંવાર વંદન કરે છે.
નમિરાજની દઢ શ્રદ્ધા, તેમનું ઉત્તમ ચારિત્ર જોઈને ઈન્દ્ર વારંવાર વંદન કરવા લાગ્યા. જ્યાં ત્યાગ છે, સંયમ છે, વરાગ્યની ઝલક છે, ગુણોનું સૌંદર્ય છે ત્યાં કેઈ ને કહેવું પડતું નથી કે તમે એને નમો. એ તે પિતાની જાતે જ નમી પડવાના. એવા ચારિત્ર સંપન્ન સાધકને જતાં તેના બધા અંગે નમી જશે. ગુણો દ્વારા મનુષ્ય સર્વત્ર બધાનો પૂજનીય, માનનીય બને છે. સદ્દગુણ ધર્મિષ્ટ આત્માઓનો સાધારણ મનુષ્ય તે શું દેવો પણ આદર કરે છે, વંદન કરે છે. ગુણાનુરાગ બધા ગુણામાં એક વિશિષ્ટ ગુણ છે. ગુણ તે ઘણું હોઈ શકે પણ ગુણાનુરાગી એાછા જોવા મળે છે. મિરાજના ગુણે જઈને ઈન્દ્ર તેમના ચરણમાં ઝુકી ગયો. આ તે મહાન પુરૂષ હતા, મેક્ષાથી જીવ હતા તેથી તેમને બધા નામે પણ સંસારી આત્માઓમાં જે પવિત્રતા હોય તો તે પાપીને પુનિત બનાવી શકે છે.
એક સત્યવાદી, પ્રમાણિક, નીતિવાન ડોકટર હતા. તે કોઈને અનીતિને પૈસે લેતા નહિ. એક વાર તેમને કેઈને ત્યાં વિઝીટ જવાનું થયું. વિઝીટ ખમી હતી. માણસોની હત્યા કરનાર એક ખૂની બહારવટીયેા હતો. એના ઘેર વિઝીટ જવાનું થયું. તે બહારવટીયાને દીકરો બિમાર પડ્યો હતો, તેથી તે અડધી રાત્રે ડોકટર પાસે આવ્યો ને કહ્યું, આપ અત્યારે ને અત્યારે મારે ત્યાં પધારે ને મારા દિકરાને બચાવે. તે બહારવટીયાનું નામ તે નરસિંહ હતું. નામ તે સરસ હતું પણ ગુણ તેવા ન હતા. નરસિંહ આત્માને સિંહ ન બન્યો અને મને ને સંસારની માયાને સિંહ બને. ડેકટર ઓળખી ગયા કે આ તો મહા ગૂડે છે. બહારવટીયે છે, પણ વિચાર કર્યો કે હું ડેકટરનું ભણ્યો છું તે મારું ભણતર જે રોગથી પીડાતા દરદીઓને સહાયક ન બને તે એ ભણતર શા કામનું ? મારી ફરજ છે કે આજે મારે જવું જોઈએ. તેની પત્નીએ ઘણી ના પાડી પણ ડોકટર તે ઉઠ્યા. પોતે ગાડીમાં બેઠા ને નરસિંહને પણ સાથે ગાડીમાં બેસાડ્યો.
પાપને પૈસે મારે ન જોઈએ. ડોકટરે નરસિંહના ઘેર જઈ તેના દીકરાને બરાબર તપાસ્યા. ત્રણ ઈંજેકશન આપ્યા, દવા આપી, પછી કહ્યું કે આપ ચાર દિવસ બરાબર દવા લેવા આવજે. હું અહીં અત્યારે અડધો કલાક બેઠો છું. મને શ્રદ્ધા છે કે તમારા દીકરાને જરૂર સારુ થઈ જશે. થોડીવાર થઈ એટલે ડેાકટરે જવાની તૈયારી કરી ત્યારે નરસિંહ કહે છે ડોકટર સાહેબ ! આપ ફી લેતા જાવ. નરસિંહે દશ દશ રૂપિયાની પાંચ કડકડતી નવી નોટે ડોકટરના સામે ધરી. ડોકટરે કહ્યું, હું પૈસા નહિ લઉં. સાહેબ, પૈસા કેમ નહિ ? આપની ફી વધુ થતી હોય તે વધુ આપું. ભાઈ! ફી તું આપે છે તેના કરતાં વધુ છે, પણ મારે તારે પૈસે લેવો નથી. આ પૈસો નીતિનો નથી પણ પાપનો