________________
શારદા ૨
મોતી હે ગુણચંદ્રકા જૈસા, એસા ગુણદત્ત સેચે,
જરૂર મિલેગા મેરા ભાઈમનમેં હર્ષ અપાર. વિચાર કરતાં યાદ આવ્યું કે અમને ફાંસીના માંચડે લઈ ગયા ત્યારે મારે નાને ભાઈ રડે હતો અને તેના આંસુના જે મેતી બન્યા હતા તેવા જ આ મોતી લાગે છે. મારા ભાઈને શોધવા મેં આકાશ પાતાળ એક કર્યા, છતાં ગુણચંદ્ર જ નહિ, તેનું નામનિશાન પણ મળ્યું નહિ, પણ આ મોતી મારા દિલમાં એક આશ્વાસન આપે છે કે મારો ભાઈ જીવતો છે. મોતી મળ્યા છે તે મારો ભાઈ પણ મળશે ખરો. ગુણદત્તને રાજ્ય મળ્યું છતાં રાજસુખમાં ભાઈને કે માતા પિતાને ભૂલ્યા નથી. હજુ લગ્ન પણ કર્યા નથી. મારા ભાઈનું મુખ જોઈશ પછી લગ્ન કરીશ. રાજસભામાં બે સિંહાસનમાં મોટા સિંહાસને પણ બેસતો નથી. મારો ભાઈ મળશે પછી સિંહાસને બેસીશ. કેટલો ભાઈ પ્રત્યે પ્રેમ ! આજે આવા ભાઈ જેવા મળે ખરા ? અરે એક ભાઈ સુખી હોય તે બીજા ભાઈને ધંધાની લાઈન પણ ન બતાવે. મોતી જોઈને રાજાને ચમક લાગી છે. મનમાં આશા બંધાણી છે કે મારો ભાઈ હવે મને મળશે, પણ અત્યારે બોલવામાં મઝા નથી, જે હું અત્યારે કંઇ કહીશ તો વાત બગડી જશે તેથી રાજા કંઈ બોલ્યા નહિ. રાજા શેઠને પૂછે છે અત્યારે આપને આ ભેટ લાવવાનું શું પ્રજન? પ્રજન વિના કેઈ કરોડની મિલ્કત ભેટ ધરવા આવે નહિ. આપ શા કારણે અહીં આવ્યા. છે? શેઠ તે પાકા વાણીયા હતા. વીસા નહિ પણ વીસમાં દશ ઉમેરે તો તીસા વાણીયા હતા. શેઠે કહ્યું મારે કંઈ કામ નથી. હું મારો સ્વાર્થ સાધવા કે કઈ આશાથી નથી આવ્યો પણ મારા દીકરાના લગ્ન થયા. એની ખુશાલીમાં ભેટ ધરવા આવ્યો છું. આપની મારા પર અમીદ્રષ્ટિ છે એટલે પૈસે તો ઘણું છે. મેં મારા દીકરાના લગ્નમાં રૂપિયા ૧૦ લાખ ખર્ચા છે તે મહારાજાને કેમ ભૂલાય?
“શેઠનું મહારાજાને આમંત્રણ”- આ રાજા કંઈ બુદધુ ન હતા, તે પણ વિસા વાણીયા હતા. તે સમજી ગયા કે આ શેઠ ખોટી વાત કરતા લાગે છે. શેઠના દીકરાના લગ્ન કાલે થયા નથી તેથી રાજાએ કહ્યું-શેઠ, લગ્ન થયા તો ઘણો સમય થયો છે. ભેટ લગ્ન સમયે હોય અથવા જાન લઈને જાય કે કરે પરણીને આવે ત્યારે હોય, પણ આટલે બધો સમય વીતી ગયા પછી હેય? માટે આપ કઈ પણ કારણ છૂપાવ્યા વિના વિના સંકેચે જે વાત હોય તે કહે. મહારાજા ! મારી એક નમ્ર અરજ છે કે આપ મારા મહેલમાં જલ્દી પધારો ને આપની પવિત્ર ચરણરજથી મારા મહેલને પવિત્ર બનાવો. આપના પુનિત પગલાં મારા આંગણે થાય તો હું ભાગ્યશાળી ગણાઉં. રાજા કહેશેઠજી! તમારે ઘેર લગ્ન મહોત્સવ તે કેટલાય મહિનાથી ઉજવાઈ ગો છે. હવે વગર કારણે તમારા મહેલે આવવાનું શું પ્રયોજન છે ! મહારાજા ! આપ મારા ઉપર કૃપા કરી જરૂર પધારો. હું બહુ દુઃખી છું. મારો દીકરો દુઃખી છે, ને પુત્રવધૂ પણ દુઃખી છે. શેઠજી! આપ તે મહાસુખી છે, છતાં આપ કેમ કહો છો કે હું બહુ દુઃખી