________________
શારદા રત્ન
૮૮૫ દઈ શકતું નથી. ખરેખર, મારા જેવો મૂર્ખ કોણ હશે? ભત્રીજો તે શેઠની ક્ષમા જોઈને સ્થંભી ગયો. આવી રીતે શેઠની પાંચ પાંચ વાર પરીક્ષાઓ કરી છતાં શેઠને કષાય તે ન આવી, પણ આંખનો ખૂણે પણ લાલ ન થયો. જીવનમાં સત્સંગ કેવું કામ કરે છે ! ઉપાશ્રયના પગથીયે નહિ ચઢનાર શેઠ એક દિવસના સંતના સંગથી કેટલા સુધરી ગયા! માટે જ્ઞાની ભગવંતે કહે છે કે કષાયને જીતે. કષાય વિજેતા બને. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં છેલ્યા છે કે
पलिउंचणं च भयणं च, थंडिल्लुस्सयणाणि य ।
પૂજાવાળારૂં ચોસ, તે વિષે પરિણાળિયા અ. ૯ ગાથા ૧૧ માયા, કપટ, લાભ, ક્રોધ, માન એ સર્વ કષાયો લેકમાં કર્મબંધનના કારણ જાણી વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે. ક્રોધથી જ્ઞાનની હાની થાય છે, માન આત્માને અધમ ગતિમાં લઈ જાય છે, સર્વ ધાર્મિક ક્રિયાઓને માયા કપટ નિષ્ફળ બનાવે છે અને લાભ આત્માને વિવેકશૂન્ય બનાવે છે. એમ જાણ કષાયને દૂર કરવા. કષાયથી સંસારની વૃદ્ધિ થાય છે.
નમિરાજ ઈન્દ્રને કહે છે કે હે વિપ્ર ! તું મને એમ કહેવા માંગે છે કે તમે બીજા ભવમાં સુખ મળે એ માટે છતાં સુખને લાત મારીને દીક્ષા લો છો, પણ હું બીજા ભવન સુખ માટે દીક્ષા લેતા નથી. એ સુખ મેળવવા માટે જીવ કષાયને આધીન બને છે. કષાય તે જીવને ભવભવમાં ભમાવે છે. કષાયો એ સંસારરૂપી વૃક્ષનું મૂળીયું છે, એ મૂળીયું સચેતન છે ત્યાં સુધી સંસાર નવપલ્લવિત રહેવાને છે, માટે કષાયનો ત્યાગ કરો. “વમે ચત્તાર રોલ ૩ રૂછન્તો હિચમuળો | ” જે આત્માનું હિત, શ્રેય, કલ્યાણ ઇચ્છતા હોય તેણે આ ચાર દેનું વમન કરી દેવું જોઈએ. આ રીતે નમિરાજે વિપ્રને કહ્યું. વિપ્રે નમિરાજને હરાવવા માટે અનેક વાચબાના પ્રહાર કર્યા પણ હવે તેમને ખજાને ખૂટી ગયો. હવે તે હારી ગયા. કહેવાય છે ને કે ચાલનારો થાકે, ઉભો રહેનાર થાકે પણ બેસનારો કોઈ દિવસ ન થાકે, તેમ ઈ નમિરાજને હરાવવા ઘણા પ્રયત્ન કર્યા પણ તે પ્રશ્નોના જવાબ તે સુંદર મળી ગયા. હવે ઈન્દ્ર શું કરશે તે વાત અવસરે.
ચરિત્ર –શેઠ શુભાને લાવવાની તક શોધી રહ્યા હતા. તે તક મળી ગઈ. શેઠે કહ્યું–બેટા શુભમતિ ! જેમ બાપ દીકરીને બોલાવે તેમ શેઠ શુભાને લાવે છે ને કહે છે, તમને ઠીક નથી ? કુમુદ અને રમા કહેતા હતા કે ભાભીને ખૂબ તાવ આવ્યો છે. તમને ઠીક નથી છતાં કેટલી જહેમત ઉઠાવી રહ્યા છે ? ઘરકામ તે હંમેશ માટે છે પણ પહેલા શરીરનું ધ્યાન તે રાખવું પડે ને? કઈ દવા લેવી હતીને? તમે દુઃખી છે, મારે દીકરો દુઃખી છે. તમે કામકાજ ઘણું સારું કરો છે, પણ તબિયત સામું તે જુઓ. શેઠ આટલું બોલે છે છતાં શુભા ઊંચું જેતી નથી. એક કાને સાંભળે ને બીજા કાને કાઢી નાંખે છે. કાંઈ જવાબ આપતી નથી. શેઠે કુમુદને કહ્યું–શુભમતિને તાવ આવે છે, માટે જલ્દી તું વદને બોલાવી લાવ. વદને બેલાવી ચિકિત્સા કરાવી દવા કરીએ. અત્યાર સુધી