________________
૯૯૦
શારકા રત્ન હલકા ગીતના સાંભળનાર હતા. આજે પણ એ જ દશા છે. પિક્સરના ગીતે આવે તે તેમનું માથું ધુણવા માંડે અને વૈરાગ્યરસમય ગીત આવે તે કા ખાવા લાગે.
પિશ્ચરના ગીતના રસીયા યુવાનોએ એ ભિખારીને કહ્યું, ભાઈ! અહીં આવાં ભજન નહિ ચાલે. તને પિકચરના ગીત આવડે છે કે નહિ? તું એવા મસ્ત ગીત ગા કે બધા ખુશ ખુશ થઈ જાય. પેટની પરાધીનતાએ તેને ફિલ્મી ગીતો શીખવાની પણ ફરજ પડી હતી, તેથી એણે ફિલ્મી ગીતે ગાયા. એ ગીત સાંભળતા બધાના મસ્તક ડેલવા લાગ્યા. બધા તેના ગીતમાં તન્મય બની ગયા, પછી બધાએ ભિખારીને કંઈક આપવા માટે રૂમાલની ઝોળી બનાવીને બધા વચ્ચે ફેરવવા માંડી. કેઈએ પાંચ રૂપિયા, કેઈએ બે રૂપિયા, કેઈએ એક રૂપિયો એમ આપીને રૂમાલની ગેળી છલકાવી દીધી. બધાએ એ ભિખારીને કહ્યું કે તું આ ઓળીના પૈસા લઈ લે. બધાએ તને પ્રેમથી આપ્યા છે.
ભિખારી કહે, મારે આટલા બધા પૈસા નથી જોઈતા. હું આટલા બધા પૈસા નહિ લઉં. ભાઈ! તારા માટે તે આ પૈસા ભેગા કર્યા છે. એમાંથી તારે જેટલા જોઈએ તેટલા પૈસા લે. બધાએ ખૂબ કહ્યું. ત્યારે તે ભિખારીએ તેમાંથી શોધીને માત્ર એક પાવલી લીધી. માત્ર પચીસ પૈસા લીધા. જેની સ્થિતિ સાવ ગરીબ છે, જે ભીખ માંગીને પોતાની આજીવિકા ચલાવે છે તેની સામે આટલા બધા પૈસા આવ્યા છતાં, તેમાં લલચાય નહિ ને માત્ર એક પાવલી લીધી. ગરીબીમાં પણ કેટલી નિર્લોભ દશા ! જ્યારે ભિખારીએ પાવલી લીધી ત્યારે પેલા યુવાને કહે છે કે અલ્યા ગાંડા! અમે તને આટલું બધું આપવા તૈયાર છીએ, છતાં તું એક પાવલી જ કેમ લે છે? તે સમયે પેલા ભિખારીએ શે જવાબ આપે? તેને જવાબ સાંભળવા જે ને યાદ રાખવા જેવો છે. ભિખારીએ કહ્યું-ભાઈઓ! “મેં મારતઆ મિલા હું નહિ” હું ભિખારી છું, લૂંટારું નથી. મેં આપને ત્રણ ગીત સંભળાવ્યા છે. આ દિવસ રાત સંભળાવ્યું નથી. ત્રણ ગીત ગાતા મને વીસથી પચીસ મિનિટ થઈ છે, તેથી મને પાવલી બરાબર છે. એ મહેનતના બદલામાં હું ૨૫ પૈસાથી વધુ લઉં તે મેં લૂંટ ચલાવી કહેવાય. વગર હક્કનું ને વગર મહેનતનું ને વગર જરૂરિયાતનું લઈને હું કદાચ ભેગું કરતો હોઉં તે હું મારા આત્માને છેતરી રહ્યો છું. એક વાત જરૂર છે કે પાપના ઉદયે હું ભિખારી જરૂર છું પણ લૂંટારું નથી. આટલી ગરીબીમાં પણ કેટલી સંતોષવૃત્તિ! મહેનતની કમાણીનું લેવાની જ ભાવના પણ તેથી વધુ મળવા છતાં નહિ લેવાની કેટલી શુદ્ધ ભાવના ! અત્યારે કેઈ આવું કહેનાર છે ખરું? ભિખારીએ કેટલો લાભ જ કહેવાય! બેલો, આ ભિખારીને ગરીબ કહેવો કે ધનવાન કહેવો ?
નમિરાજાએ ઈન્દ્રની સામે ચાર કષાયનું સ્વરૂપ સમજાવ્યું. તેમના જવાબ સાંભબીને ઈન્દ્ર તે છક થઈ ગયા. નમિરાજર્ષિએ આપેલા ઈન્દ્રના અનેક પ્રશ્નના ઉત્તર તત્વરસથી ખૂબ ભરપૂર અને હૃદયમાં કેતરી રાખવા લાયક છે. મહર્ષિની ઊંચી જ્ઞાન